ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

ગુજરાતમાં ઉતરાયણની સાંજે આકાશ જગમગ્યું: ઉતરાયણ સાથે લોકોએ ઉજવી દિવાળી અને નવરાત્રી

Text To Speech

Hd ન્યૂઝ ડેસ્ક, ૧૫ જાન્યુઆરી, ૨૦૨૫: ગઈકાલે 14 જાન્યુઆરીના રોજ ગુજરાતમાં આકાશ દિવસ દરમિયાન રંગબેરંગી પતંગોથી કલરફુલ બન્યું હતું, ત્યારે સમી સાંજે ગુજરાતીઓએ ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો હતો. અંધારૂ થતાંની સાથે જ ભવ્ય આતશબાજીથી આકાશ ઝગમગી ઉઠ્યું હતું. ત્યારબાદ ગુજરાતીઓ રાત્રે ગરબાની તાલે ઝૂમ્યા હતા. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં ઠેર ઠેર પતંગરસિકો દ્વારા પતંગ ચગાવવાની સાથે ‘કાઈપો છે’, લપેટ… લપેટ…ની બૂમો સંભળાતી જોવા મળી હતી.

14 અને 15 જાન્યુઆરીએ એક નહી પણ ત્રણ-ત્રણ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. સવારે ધાબે ચઢેલા પતંગબાજો રાત પડતા જ નવરાત્રીના ખેલૈયાઓ બનીને ગરબાના તાલે ઠુમકા લગાવતા નજરે ચઢે છે. ગુજરાતીઓના પ્રિય તહેવાર એવા ઉત્તરાયણની સૌ ગુજરાતીઓએ ઉત્સાહથી ઉજવણી કરી. નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી તમામે પતંગોનો આ ઉત્સવ ઉજવ્યો…તો રાજનેતાઓએ પણ પતંગના આ ઉત્સવમાં પતંગબાજીની સાથે નિવેદનબાજી પણ કરી

લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણી હતી. તેમજ બોલિવૂડ સોન્ગ પર ડાન્સ અને ગરબા કરીને ફૂલ એન્જોય કર્યું હતું, જોકે અંધારુ થતાંની સાથે જ રાજ્યભરમાં ભવ્ય આતશબાજીથી આકાશ ઝગમગી ઊઠ્યું હતું અને ગુજરાતીઓએ ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ ઊભો કરી દીધો હતો.

આ પણ વાંચો: ગુજરાત: મહુધાથી અમદાવાદ આવતી બસનો અકસ્માત થયો, કંડક્ટરે જીવ ગુમાવ્યો

Back to top button