ટ્રેન્ડિંગમીડિયાવર્લ્ડ

બાંગ્લાદેશમાં બદલાશે સ્થિતિ! ‘લઘુમતીઓ પર હુમલો કરનારાઓને છોડવામાં નહીં આવે’

Text To Speech

ઢાકા, 16 ઓગસ્ટ: બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના નવનિયુક્ત સલાહકારે લઘુમતીઓ પર હુમલો કરનારાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવાનું વચન આપતા કહ્યું છે કે દેશમાં હિંસા કે નફરત માટે કોઈ સ્થાન નથી. ઢાકા ટ્રિબ્યુન અખબારે અહેવાલ આપ્યો છે કે બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈને સચિવાલય ખાતે ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન) બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળને મળતી વખતે આ ખાતરી આપી હતી. બાંગ્લાદેશમાં શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન બાદ હિંદુ સમુદાયના સભ્યો વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે. નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત પ્રણાલીને લઈને તેમની સરકાર સામે વ્યાપક વિરોધને પગલે હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને 5 ઓગસ્ટે ભારત આવી ગયા હતા.

કરવામાં આવશે કડક કાયદાકીય કાર્યવાહી

એમ સખાવત હુસૈને કહ્યું કે બાંગ્લાદેશ સાંપ્રદાયિક સૌહાર્દનો દેશ છે, ‘જ્યાં તમામ ધર્મના લોકો કોઈપણ સંઘર્ષ વિના સાથે મળીને આગળ વધ્યા છે. તેમણે કહ્યું કે જે લોકો લઘુમતીઓ પર હુમલો કરે છે અથવા તેમને હેરાન કરે છે તેમને છોડવામાં નહીં આવે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે શાંતિમાં માનતા દેશમાં હિંસા, સંઘર્ષ કે નફરત માટે કોઈ સ્થાન નથી.’

‘હિન્દુ ધર્મ પર હુમલો’

મીટિંગ દરમિયાન, ઇસ્કોન બાંગ્લાદેશના પ્રમુખ સત્યરંજન બારોઇએ હુસૈનને લઘુમતીઓની સુરક્ષા માટે પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવા વિનંતી કરી અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આઠ દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાં કાયદાઓ બનાવવા, મોનિટરિંગ સેલની સ્થાપના, લઘુમતી આયોગની રચના અને મંદિરોને સતત સુરક્ષા પૂરી પાડવાનો સમાવેશ થાય છે. હુસૈને આ બાબતોમાં તમામ સહયોગની ખાતરી આપી હતી. બાંગ્લાદેશ નેશનલ હિંદુ ગ્રાન્ડ એલાયન્સે કહ્યું છે કે 5 ઓગસ્ટે શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન પછી લઘુમતી સમુદાયને 48 જિલ્લામાં 278 સ્થળોએ હુમલાઓ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. સંગઠને તેને ‘હિંદુ ધર્મ પર હુમલો’ ગણાવ્યો છે.

આ પણ વાંચો: ભારતના ચાર પાડોશી દેશોમાં એક સરખાં કાવતરાં અને એક સરખાં પરિણામ? આવું કેમ!

Back to top button