- ગામમાં મામલતદાર સહિતની ટીમ નુકશાનીના સર્વે માટે પહોચી
- ગામ જળમગ્ન બનતા 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા
- કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ ગામની મુલાકાત લીધી
રાજકોટના ખારચિયામાં 17 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 10 ફૂટ પાણી ભરાયાં છે. તેમજ 50 મકાનો ધરાશાયી થયા છે. સાથે જ 100થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરીને વ્યાપક નુકસાન થયુ છે. જેમાં 50 જેટલા અબોલ જીવો તણાયા છે. તથા સતત 5 કલાક વરસાદમાં ગામ જળમગ્ન બન્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં 194 તાલુકામાં મેઘમહેર, જાણો સૌથી વધુ કયા પડ્યો વરસાદ
ગામ જળમગ્ન બનતા 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા
સૌરાષ્ટ્રમાં શ્રીકાર મેઘવર્ષા થઇ રહી છે પરંતુ મેઘરાજા રૌદ્ર સ્વરૂપે ત્રાટકે ત્યારે તારાજી સર્જે છે. રાજકોટ તાલુકાના ખારચીયા ગામની પરિસ્થિતિ જુનાગઢ શહેરની માફક ભયંકર બની હતી. અહીં સતત 5 કલાક વરસેલા વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો અને ગામ જળમગ્ન બનતા 10 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા તો 50 કાચા મકાનો ધરાશાયી થઇ ગયા હતા. સરધાર પાસે આવેલા ખારચીયા ગામમાં 15 થી 17 ઈંચ વરસાદ વરસી જતા મોટાદડવા પાસે આવેલો કરમાળ ડેમ માત્ર 15 મિનીટમાં ઓવરફ્લો થઇ ગયો હતો. ડેમના સાત દરવાજા 16 ફૂટે ખુલ્લા મુકાતા ધસમસતા પ્રવાહમાં એક જ પરિવારમાં માતાનું મૃત્યુ નીપજ્યું હતું. પુત્ર લાપતા બન્યો તો પિતા ઝાડ પકડી લટકી રહેતા બચી ગયા હતા.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓ સક્રિય
ગામમાં મામલતદાર સહિતની ટીમ નુકશાનીના સર્વે માટે પહોચી
શનિવારે રાત્રે 3 વાગ્યાથી રવિવારે સવારે 8 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લીધે 50 કાચા મકાનો પડી ગયા તો 100 જેટલા મકાનોમાં પાણી ઘૂસી જતા લોકોના ઘરમાં પડેલું અનાજ, તેલ, ઘઉં સહિતની ઘરવખરી પલળી ગઈ હતી. 50 જેટલા પશુ તણાઈ ગયા હતા. જોકે ગામના જ 30 યુવાનોની ટીમ તેમજ બચાવ કાર્ય ટુકડીની મદદથી એક પણ વ્યક્તિને જાનહાનિ થઇ ન હતી. સવારે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની મુલાકાત બાદ ગામમાં મામલતદાર સહિતની ટીમ નુકશાનીના સર્વે માટે પહોચી હતી.