ગુજરાત

મોરબીના નવલખી પોર્ટ પાસે 1500 ટન કોલસો ભરીને આવી રહેલા બાર્જ જહાજની જળસમાધિ

Text To Speech

મોરબીઃ નવલખી પોર્ટમાં શનિવારે મોડી રાત્રે 1500 ટન કોલસો ભરેલા બાર્જને દુર્ઘટના નડી હતી. ત્યારે બાર્જે જળસમાધિ લીધી હતી. કાર્ગો શીપ ખાલી કરીને બાર્જ પોર્ટ પર લાવતી વખતે આ ઘટના બની હોવાનું અધિકારિક સુત્રોએ જણાવ્યું હતું. મોરબી જિલ્લાના એક માત્ર નવલખી પોર્ટમાં મોટા પાયે કોલસાનું પરિવહન થાય છે.

ગણતરીના કલાકોમાં જળસમાધિ
આ પોર્ટ પર વિદેશથી કોલસો ઉતરે છે અને ત્યાંથી રેલ્વે દ્વારા અલગ-અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે. શનિવારે મોડી રાત્રે શ્રીજી શિપિંગ નામની કંપનીનું કોલસો ભરેલું બાર્જ જહાજ મોરબી તરફ આવી રહ્યું હતું. તે દરમિયાન બાર્જમાં કોઈ સ્થળે લીકેજ થવા લાગતા ડૂબવા લાગ્યું હતું અને ગણતરીની કલાકોમાં આશરે 1200થી 1500 ટન કોલસો ભરેલા બાર્જએ રીતસર જળસમાધિ લઇ લીધી હતી. જો કે પોર્ટના અધિકારીઓએ ઘટના પર પડદો ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ શ્રીજી શીપીંગના કર્મચારીઓએ જ બાર્જ ડૂબવાની ઘટનાને સમર્થન આપ્યું હતું.

Back to top button