ગુજરાતસ્પોર્ટસ

ગુજરાતના આ જાણીતા ક્રિકેટના ખાતા કરાયા સીઝ, જાણો શું છે સમગ્ર મામલો

Text To Speech

ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુનાફ પટેલના બે બેંકના ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઑથોરિટી (UP RERA)દ્વારા મુનાફ પટેલના બે બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે.

મુનાફ પટેલ-HUMDEKHENGENEWS

ક્રિકેટર મુનાફ પટેલ વિરુદ્ધ કાર્યવાહી

પ્રાપ્ત વિગતો અનુસાર ટીમ ઇન્ડીયાના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલની મૂશ્કેલીઓ વધી છે. તેમના પર UP RERAએ મોટી કાર્યવાહી કરી તેમના ખાતા સીઝ કરી દીધા છે. મુનાફ પટેલ ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં ડિરેક્ટર હતો, તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત ન કરતા આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત કેપનીએ મુનાફ પટેલના બે ખાતા સીઝ કરી તેમની પાસેથી 52 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે. ક્રિકેટર મુનાફ પટેલ સામેની આ કાર્યવાહી હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

જાણો શું હતો સમગ્ર મામલો

ગ્રેટર નોએડામાં એક રેસિડેન્સિયલ સ્કિમ સમય મર્યાદામાં પૂર્ણ નહી કરનાર બિલ્ડર ગૃપ સામે રેરાએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં નક્કી સમય મર્યાદામાં આ કામ પુરુ ન થતા યૂપી રેરાના બિલ્ડરને વધુ એક મોકો પણ આપવામાં આવ્યો હતો. તેમ છતા પણ કામ પુરુ થયુ ન હતું. જેથી આ મામલે ફરિયાદ કરતા કંપનીના બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત કંપનીના ડિરેક્ટરો પાસેથી પૈસા વસુલ કરવામાં આવી રહ્યા છે. જેથી  મુનાફ પટેલ પણ આ ક્પનીમાં ડિરેક્ટર હોવાથી તેમના ખાતા સીઝ કરી દેવામાં આવ્યા છે. અને બિલ્ડર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 મુનાફ પટેલ વિશે માહિતી

મુનાફ પટેલ મુળ ભરૂચ નજીકના ઇખર ગામનો વતની છે અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમનો સભ્ય રહ્યો છે. મુનાફ પટેલ લાંબા સમયથી ટેસ્ટ, વન ડે અને ટી-20 ફોર્મેટમાંથી બહાર હતો.

આ પણ વાંચો :જૂનાગઢ પૂર્વ MLAની કારને નડ્યો અકસ્માત, કોંગ્રેસના બે નેતા થયા ઘાયલ

Back to top button