ટ્રેન્ડિંગવર્લ્ડ

વિશ્વની સૌથી ઠંડી જગ્યા તોય સ્કૂલ-કોલેજ ચાલુ, પારો માઈનસ 50 ડિગ્રી

Text To Speech

ભારતમાં ઠંડીને કારણે કેટલીક જગ્યાએ સ્કૂલને બંધ કરી દેવામાં આવી છે. વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત થઇ ગયો છે, ઘણી ટ્રેન મોડી પહોચી રહી છે પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે રશિયામાં એક એવી જગ્યા છે જ્યા શિયાળામાં તાપમાન -50 ડિગ્રી સુધી પહોચી જાય છે. આ સમયે અહી આવી જ સ્થિતિ છે. એવામાં ત્યા સ્કૂલ અને કૉલેજ બંધ કરવામાં નથી આવતી પરંતુ તમામ લોકો પોતાનું રૂટીન કામ સામાન્ય રીતે કરે છે. સાઇબેરિયન સિટીનું યાકુત્સ્ક દુનિયાના સૌથી ઠંડા વિસ્તાર તરીકે ઓળખાય છે.

Yakutsk
The Siberian city of Yakutsk

યાકુત્સ્ક રશિયાનો સૌથી પૂર્વ વિસ્તાર છે. પાટનગર મૉસ્કોથી 5 હજાર કિલોમીટરના અંતર પર તે આવેલુ છે, તેને માઇનિંગ સિટી પણ કહેવામાં આવે છે. અહી અવાર-નવાર પારો -40 ડિગ્રી સુધી જતો રહે છે. આ વખતે અહી ઠંડી વધારે છે.

અહી રહેતા એનાસ્તાસિયા ગ્રુજદેવાનું કહેવુ છે, તમે આ ઠંડી સામે લડી નથી શકતા અથવા તો ઠંડીના હીસાબથી કપડા પહેરવા પડશે નહી તો પછી તમારૂ સ્વાસ્થ્ય બગડશે.

Yakutsk city

તેમણે કહ્યું, બસ તમારે માનસિક રીતે તૈયાર થવાની જરૂર છે. ત્યારબાદ તમને લાગશે કે બધુ સામાન્ય છે. અહી રહેતા અન્ય એક વ્યક્તિએ કહ્યુ કે અહી રેફ્રિજરેટર વગર જ ફ્રોજન ફિશ મળી જાય છે, તેમણે કહ્યું, ઠંડી સામે લડવાની કોઇ પણ સીક્રેટ રીત નથી. બસ પહેરવેશ અને સાવચેતી જ અહીના લોકોને બચાવે છે.

Back to top button