ગુજરાત

રીબડા નજીક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ચડ્ડી-બનિયાન ગેંગ ત્રાટકી; રોકડા 14.58 લાખ ચોર્યા; જુઓ CCTV

Text To Speech

રાજકોટઃ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે રીબડા પાસે ઇન્ડસ્ટ્રીયલ ઝોન પૂરજોશમાં વિકસિત થઇ રહ્યો છે. ત્યારે ગઈ કાલે રાતે પ્લાસ્ટિકના કારખાનામાં ઓફિસના ખાનામાં રાખેલા 14.58 લાખથી વધુ રૂપિયાની ચોરી થઈ ગઈ હતી. ત્યારે આ મામલે હાલ પોલીસ તપાસ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ-મવડી-કણકોટ રોડ ઉપર ડ્રીમ સીટીમાં રહેતા અને રીબડા પાસે આવેલ ઉમિયાજી બે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટેરાફ્લો નામની કંપની પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા પિયુષભાઈ સુભાષભાઈ રાણીપાના કારખાનામાં ગતરાત્રીના ચડ્ડી-બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. જેણે ઓફિસના ખાનામાં રાખેલા રોકડા 14.68 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ત્યારે આ મામલે તેમને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારખાનામાં ફીટ કરવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા રાત્રિના 1:30 વાગે ચડ્ડી બનિયાન બુકાનીધારી બે વ્યક્તિ ઓફિસમાં જોવામાં આવ્યા હતા. તેમજ અન્ય બે ત્રણ વ્યક્તિઓ કારખાનાની બહાર દેખાઈ હતી. તેમજ તેઓના કારખાનાની પાસે આવેલા હિતેશભાઈ દેપાણીના મારતી રબર કારખાનામાં પણ બે વાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે સીસીટીવી સહિત ફરિયાદના આધારે ચડ્ડી બનિયાન બુકાની ધારીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button