સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અંબાણીની કંપનીના શૅરના ભાવ 20 ટકા ગગડ્યા
નવી દીલ્હી, 10 એપ્રિલ: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 20 ટકા સરકી ને સર્કીટ પર પહોંચી ગયો છે. હાલમાં શેરનો ભાવ 56.70 રૂપિયા ગગડીને 227.6 રુપિયા થઈ ગયો છે.આ સાથે જ કંપનીનું માર્કેટ કેપ 9015 કરોડ રુપિયા પર આવી ગયું છે.રિલાયન્સ ઇન્ફ્રાનો શેર 52વીકનો હાઈ લેવલ 308 રુપિયા અને લો-લેવલ 131 રુપિયા છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો ડીએમઆરસીની તરફેણમાં
ચીફ જસ્ટીસ સી.વાય. ચંદ્રચૂડની આગેવાની વાળી બેંચે DMRC (દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન)ની તરફેણમાં સુનાવણીમાં DMRC દ્રારા જમા કરાવેલી રકમ પરત કરવાનો આદેશ કર્યો છે. દિલ્હી મેટ્રોથી જોડાયેલો આ કેસ 14 વર્ષથી ચાલી રહ્યો છે. હકીકતમાં રીલાયન્સ ઇન્ફ્રા. અને DMRC વચ્ચે 2012માં દિલ્હી એરપોર્ટ મેટ્રોએ જ્યારે દિલ્હી મેટ્રોના કર્મચારીઓનો હવાલો આપીને એગ્રીમેન્ટ તોડ્યો હતો ત્યારથી આ વિવાદ છેડાયો હતો.
કેસની વિગત
DMRC અને DAMPEL(દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ) વચ્ચે 2008માં નવી દિલ્હી રેલવે સ્ટેશનથી સેક્ટર 21 દ્વારકા સુધઈ 30 વર્ષ માટે એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ લાઈનની ડિઝાઈન, સ્થાપિત, સંચાલન અને કમીશન કરવા માટેનો બંને વચ્ચે એગ્રીમેન્ટ થયો હતો. અહિ હાઈકોર્ટે DMRCની વિરુધ્ધ થયેલી આર્બિટ્રેરલ ટ્રિબ્યુનલની પેટન્ટને ગેરકાનુની ઠરાવી હતી. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવતા અનિલ અંબાણીને ઝટકો લાગ્યો હતો.
અનિલ અંબાણીને રકમ પરત કરવાનો આદેશ
આ કેસમાં પહેલા આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ DAMPELના પક્ષમાં નિર્ણય જાહેર કર્યો હતો, જેને DMRCએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. અને હાઈકોર્ટની બેન્ચે આ આદેશને રદ કર્યો હતો. જે પછી અનિલ અંબાણીએ 2021માં સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ચુકાદો અનિલ અંબાણીના પક્ષમાં આવ્યો હતો અને આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના ચુકાદાને યોગ્ય બતાવ્યો. આ પછી ડીએમઆરસીએ ક્યુરેટિવ અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટમાં જેને બુધવારે મંજુરી મળી હતી. જેની સુનાવણીમાં કોર્ટે અનિલ અંબાણીની કંપનીને 8000 કરોડ રુપિયા DMRCને પરત કરવાનો આદેશ કર્યો છે.
આ પણ વાંચો: પતંજલિ કેસમાં સુપ્રીમ કોર્ટે રામદેવ-બાલકૃષ્ણની માફી નકારી, કહ્યું- ‘અમે બધું સમજીએ છીએ’