ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કચ્છના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોનો જથ્થો પકડાવાનો સીલસીલો હજુ ચાલુ

Text To Speech
  • ટાપુઓ અને નિર્જન સ્થળો પરથી ચરસના 192 પેકેટો કબજે કરવામાં આવ્યા
  • દરિયા કાંઠાના વિસ્તારમાંથી રૂ.5 કરોડની કિંમતના પેકેટ મળ્યા
  • ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા બાદ તપાસ શરૂ થઇ

કચ્છના દરિયાકાંઠેથી નશીલા પદાર્થોનો જથ્થો પકડાવાનો સીલસીલો હજુ ચાલુ છે. જેમાં હાજી ઈબ્રાહિમ બેટના કાંઠેથી રૂ.5 કરોડનું ચરસ કબજે કરાયું છે. તેમાં બીએસએફને વધુ 10 પેકેટ મળ્યા છે. ગત જૂન મહિનામાં પણ 192 પેકેટ કબજે કર્યા હતા. જેમાં ડ્રગમાફિયાઓ માટે કચ્છનો દરિયાકાંઠો હોટફેવરિટ બન્યો હોય તેવુ લાગે છે.

દરિયા કાંઠાના વિસ્તારમાંથી રૂ.5 કરોડની કિંમતના ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા

બીએસએફ દ્વારા ગત જૂન મહિનામાં અલગ સ્થળો પરથી ચરસના 192 પેકેટો કબજે કરાયા હતા. કચ્છના દરિયાકાંઠેથી ચરસ જેવા નશીલા પદાર્થોનો જથ્થો પકડાવાનો સીલસીલો હજુ ચાલુ જ છે. કચ્છના સીમાવર્તી દરિયા કાંઠે તેમજ બેટ પર બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન મંગળવારે મોડી સાંજે હાજી ઈબ્રાહિમ બેટના દરિયા કાંઠાના વિસ્તારમાંથી રૂ.5 કરોડની કિંમતના ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. બીએસએફ દ્વારા ખાતાકીય નોંધ કર્યા પછી ચરસના જથ્થાને પૃથક્કરણ માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.

ટાપુઓ અને નિર્જન સ્થળો પરથી ચરસના 192 પેકેટો કબજે કરવામાં આવ્યા

પ્રાપ્ત માહિતી મુજબ, બીએસએફની પેટ્રોલિંગ પાર્ટીને મંગળવારે સરહદીય હાજી ઈબ્રાહિમ બેટના દરિયા કાંઠાના વિસ્તારમાંથી વધુ રૂ.5 કરોડની કિંમતના ચરસના 10 પેકેટ બિનવારસી મળી આવ્યા હતા. જેથી બીએસએફ દ્વારા તે અંગેની ખાતાકીય નોંધ કર્યા પછી ચરસના પેકેટોના પૃથક્કરણ માટે જખૌ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બીએસએફ દ્વારા ગત જૂન મહિનામાં અલગ અલગ દરિયા કાંઠાના વિસ્તારો, ટાપુઓ અને નિર્જન સ્થળો પરથી ચરસના 192 પેકેટો કબજે કરવામાં આવ્યા હતા.

Back to top button