શેરબજારમાં આજે તેજી: સેન્સેક્સ 900 પોઈન્ટના ઉછાળા સાથે ખૂલ્યો
આજ સવારથી જ બજારમાં તેજી જોવા મળી હતી. ત્યારે શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં બંને મુખ્ય સૂચકાંકો લીલા નિશાન સાથે ખુલ્યુ હતુ. ત્યારે માર્કેટ ખુલતા જ 30 શેરવાળો સેન્સેક્સ 927.41 અંક વધીને 58,162.74 પર ખુલ્યો હતો. આ સિવાય નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો મળતા તે 308 પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે 17,322.30 ના સ્તરે ખુલ્યો હતો.
અનેક શેરોમાં જોવા મળી તેજી
બજારની શરૂઆતની તેજી ચાલુ છે, સવારે લગભગ 9.30 વાગ્યે, તે 1000થી વધુ પોઈન્ટના વધારા સાથે 58,276.15 પોઈન્ટના સ્તરે પહોંચી ગયું હતું. આ દરમિયાન સેન્સેક્સના તમામ 30 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. ઈન્ફોસિસના શેરમાં 4 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તરફ સનફોર્મામાં માત્ર અડધા ટકાનો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના ટોપ ગેનર્સમાં INFOSYS, ICICI બેન્ક, SBI LIFE, HCL TECH અને SBI સામેલ છે.
ગુરુવારે શેરબજારની સ્થિતિ
અગાઉ ગુરુવારે, મુખ્ય શેર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં સમાપ્ત થયા હતા કારણ કે તેઓ નાણાકીય, ઓટો અને રિયલ્ટી શેર્સમાં વેચવાલીને કારણે અડધા ટકાથી વધુ ઘટ્યા હતા. BSE નો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 390.58 પોઈન્ટ અથવા 0.68 ટકા ઘટીને 57,235.33 પર સેટલ થયા છે. વ્યાપક NSE નિફ્ટી50 109.25 પોઈન્ટ અથવા 0.64 ટકા ઘટીને 17,014.35 પર બંધ થયો હતો.
આ પણ વાંચો: કરવા ચોથની કમાલ, 3 હજાર કરોડના તો સોનાના દાગીના જ વેચાઈ ગયા; સોની વેપારીઓની દિવાળી સુધરી