આ વિધાનસભાની બેઠક માટે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટિકિટ માંગી
મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જ્યાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે યોજાયેલ સેન્સ પ્રક્રિયામાં નીતિન પટેલે નિવેદન આપ્યું હતુ અને જણાવ્યુ હતુ કે ” મેં મહેસાણા વિધાનસભામાં વિકાસના કામો કર્યા છે આથી લોકોએ મને ઉમેદવાર બનાવવાની ઈચ્છા વ્યક્રત કરી છે. જેથી હું આજે વિધાનસભાની ટિકિટની માંગણી કરવા માટે આવ્યો છું. પક્ષ મને ટિકિટ આપશે તો હું મહેસાણા વિધાનસભાની ચૂંટણી લડીશ. તેમણે વધુમાં કહ્યું કે, દરેકને ટિકિટ માગવાનો હક છે. જેને પણ ટિકિટ આપશે તે ચૂંટણી લડશે. મે ટીકીટ માગી છે અને હું ચૂંટણી લડીશ. ત્યારે આ ઉપરાંત નટુજી ઠાકોર, ગિરિશ રાજગોર, મનુભાઈ ચોકસીએ પણ ટિકિટ માગંણી કરી છે. મહેસાણા વિધાનસભા સીટ પરથી 10 જેટલાં ઉમેદવારોએ ટિકિટ માગી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દાવેદારી નોંધાવી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખ થોડા સમયમાં જ જાહેર થઈ જશે તે પહેલા ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અનેક કાર્યકર્તા, પૂર્વ ધારાસભ્યો, ધારાસભ્યો અને ઉદ્યોગપતિઓ ટિકિટની માંગણી કરી રહ્યા છે. ત્યારે મહેસાણા વિધાનસભા માટે સેન્સ પ્રક્રિયામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ પોતાની દાવેદારી નોંધવા માટે પહોંચ્યા હતા. અનેક વખતથી મુખ્યમંત્રી પદ માટે દાવેદાર ગણાતા નીતિન પટેલ હાલ વિધાનસભા માટે પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે.
મહેસાણા કર્મ ભૂમી હોવાથી ટીકીટની માંગણી
પૂર્વ નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતુ કે, દરેકને ઉમેદવારને ઉમેદવારી કરવાનો અધિકાર છે. આથી રાજકારણમાં જે વ્યક્તિ આવે એ પોતે રાજકીય પદ પ્રાપ્ત કરવું અને સંગઠનમાં હોદ્દો પ્રાપ્ત કરવો એવી ઈચ્છા ધરાવતા હોય છે. આથી કોઈ પણ ઉમેદવાર કરી શકે છે. મહેસાણામાં પણ 10થી 15 જેટલા ઉમેદવારએ ઉમેદવારી કરી છે. પણ બીજી વિધાનસભા કડી, ઊંઝા અનેક લોકોએ દાવેદારી નોંધાવી છે. હું મહેસાણાનો ધારાસભ્ય છું, છેલ્લા 10 વર્ષથી છું એટલે મહેસાણા સ્વાભાવિક મારી કર્મભૂમિ બની ગઈ છે અને મહેસાણામાં પાર્ટી નક્કી કરશે એ પ્રમાણે હું ચૂંટણી લડીશ. તેમજ નિતીન પટેલ સહિત આ જગ્યા માટે 20 અન્ય ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે.
આ પણ વાંચો: સિદ્ધપુર વિધાનસભા બેઠકનું રાજકારણ ગરમાયું, કોંગ્રેસની ચિંતા વધી