ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કોંગ્રસના સૌથી સીનીયર નેતાએ ધારણ કર્યો કેસરિયો

Text To Speech

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા એક પછી એક વળાંકો આવી રહ્યા છે. ત્યારે હાલ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહન સિંહ રાઠવાએ કોગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ મહત્વની વાત એ છે કે વધુ એક કોંગ્રેસના નેતા કેસરિયો ધારણ કરશે.

મોહન સિંહ રાઠવાએ આપ્યું રાજીનામું

છોટા ઉદેપુરના કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે. મોહનસિંહ રાઠવાએ જગદીશ ઠાકોરને પત્ર લખીને કહ્યું કે, હું મોહનસિંહ રાઠવા ધારાસભ્ય, છોટા-ઉદેપુર-137 ધારાસભ્ય તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના સભ્ય પદ સહિતના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું, જે સ્વીકારવા વિનંતી.

કોંગ્રસના સૌથી સીનીયર નેતાએ ધારણ કર્યો કેસરિયો - humdekhengenews

ગુજરાત વિભાનસભા સીનીયર એવા ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેમજ જેતપુર પાવી મત વિસ્તારમાંથી મોહનસિંહ રાઠવાના પુત્ર રાજુ રાઠવા ભાજપની ટિકિટ પર લડી શકે છે ચૂંટણી. તો બીજી તરફ એવી પણ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે વિપક્ષના અનેતા સુખરામ રાઠવા પણ કોંગ્રેસ છોડી શકે છે અને તેની સાથે તલાલાના ધારાસભ્ય ભગા બારડ પણ કોંગ્રેસ છોડી શકે છે.

આ પણ વાંચો : કોણ છે આપ નેતા જેના મોર્ફ વીડિયો થઈ રહ્યા છે સોશિયલ મીડિયામાં વાઈરલ?

50 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યા

કોંગ્રેસના સીનીયર નેતા મોહન સિંહ રાઠવા 11 વખત ચૂંટણી લડ્યા છે. જેમાંથી 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા છે. આદિવાસી મતો પર કબજો મેળવવા માટે ભાજપે કોંગ્રેસમાં ગાબડું પાડીને રાજનૈતિક દાવ રમ્યો છે.

Back to top button