ગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલનેશનલયુટિલીટીવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

બ્લેક હૉલના ખુલશે રહસ્યો ! ISROએ નવા વર્ષે XPoSAT સેટેલાઈટ કર્યું લોન્ચ

ISRO, 1 જાન્યુઆરી : ISRO એ XPoSAT સેટેલાઈટ લોન્ચ કર્યું. ખાસ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં રાખીને અદ્યતન ખગોળશાસ્ત્ર વેધશાળા શરૂ કરનાર દેશ વિશ્વનો બીજો દેશ બન્યો. આ સેટેલાઇટ બનાવવામાં લગભગ 250 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

આજે, વર્ષના પ્રથમ દિવસે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ XPoSAT સેટેલાઈટ લોન્ચ કરીને ઇતિહાસ રચ્યો છે. શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરથી સવારે 9.10 કલાકે પ્રક્ષેપણનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. આવું કરનાર ભારત વિશ્વનો બીજો દેશ બની ગયો છે. XPoSAT બ્લેક હોલના રહસ્યની શોધ કરશે. પ્રયોગશાળાને XPoSAT અથવા એક્સ-રે પોલારીમીટર સેટેલાઇટ કહેવામાં આવે છે.

બ્રહ્માંડની શોધ કરવા માટે એક વર્ષથી ઓછા સમયમાં ભારતનું આ ત્રીજું મિશન છે. ગયા વર્ષે ચંદ્ર પર ભારત પહોંચ્યું હતું, આ વર્ષની શરૂઆતમાં બ્રહ્માંડ અને તેના રહસ્યોને ઉજાગર કરવા માટે તેમજ બ્લેક હોલ વિશે માહિતી એકત્ર કરવા 2024 ની શરૂઆતમાં આ પ્રયાશ કરવામાં આવ્યો છે. જે ખાસ કરીને બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓનો અભ્યાસ કરશે.

આ ઉપરાંત,આ મિશનના લોન્ચ અંગે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મિનિસ્ટર જીતેન્દ્ર સિંહએ x પર ટ્વિટ કરીને કહ્યું કે તેઓ અવકાશ વિભાગ સાથે સંકળાયેલા હોવાનો ગર્વ અનુભવે છે, પીએમ શ્રીના અંગત હસ્તક્ષેપ અને સમર્થન સાથે એક પછી એક મિશનમાં ઈસરો સફળતા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે.

POLIX અને XSPECT બે પેલોડ્સ

એક્સ-રે ફોટોન અને તેમના ધ્રુવીકરણનો ઉપયોગ કરીને, XPoSAT નજીકના બ્લેક હોલ અને ન્યુટ્રોન તારાઓમાંથી રેડિયેશનનો અભ્યાસ કરવામાં મદદ કરશે. તેમાં POLIX (એક્સ-રેમાં પોલારિમીટર ઇન્સ્ટ્રુમેન્ટ) અને XSPECT (એક્સ-રે સ્પેક્ટ્રોસ્કોપી અને ટાઇમિંગ) નામના બે પેલોડ છે.

સેટેલાઇટ POLIX પેલોડ થોમસન સ્કેટરિંગ દ્વારા આશરે 50 સંભવિત કોસ્મિક સ્ત્રોતોમાંથી નીકળતા એનર્જી બેન્ડ 8-30keV માં એક્સ-રેના ધ્રુવીકરણને માપશે. તે કોસ્મિક એક્સ-રે સ્ત્રોતોના લાંબા ગાળાના સ્પેક્ટ્રલ અને ટેમ્પોરલનો અભ્યાસ કરશે. તે POLIX અને XSPECT પેલોડ્સ દ્વારા કોસ્મિક સ્ત્રોતોમાંથી એક્સ-રે ઉત્સર્જનનું ધ્રુવીકરણ અને સ્પેક્ટ્રોસ્કોપિક માપન પણ કરશે.

બ્લેક હોલ બ્રહ્માંડમાં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે અને ન્યુટ્રોન તારાઓ સૌથી વધુ ઘનતા ધરાવે છે. આ અંગે વધુ માહિતી આ મિશન દ્વારા એકત્રિત કરવામાં આવશે. તેમજ તે અવકાશમાં વાતાવરણના રહસ્યો જાણવામાં પણ મદદ કરશે. XPoSat સેટેલાઇટના નિર્માણમાં લગભગ રૂ. 250 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જ્યારે IXPE નામનું સમાન મિશન NASA દ્વારા વર્ષ 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે 188 મિલિયન ડોલરનો ખર્ચ થયો હતો.

આ પણ વાંચો : ઇન્સ્ટાગ્રામમાં આવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફીચર

Back to top button