પૃથ્વી તરફ આવતાં ધૂળના વાદળોનું રહસ્ય – 15 વર્ષ પહેલાં અંતરિક્ષમાં થયેલા વિસ્ફોટનો કાટમાળ!
સાયન્સ ડેસ્કઃ અંતરિક્ષના શોખીનો માટે છેલ્લાં કેટલાંક સપ્તાહો ખૂબ જ રોમાંચક રહ્યા છે. વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, હળવી ઉલ્કા વર્ષા અને સૌર વાવાઝોડા જેવા અદ્ભુત દ્રશ્યો જોયા પછી, હવે આ બધા કરતાં વધુ દુર્લભ દ્રશ્યો જોવાનો સમય આવી ગયો છે. ધૂમકેતુના વિસ્ફોટ પછી સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી ધૂળના કણો આંતરિક સૂર્યમંડળમાં પ્રવેશ કરશે. આ ધૂમકેતુ 2007માં વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ધૂળના કણો અવકાશમાં તરતા રહ્યા હતા. આ વર્ષે આ કણો પૃથ્વી તરફ આવશે. આવા દ્રશ્યો ‘જીવનમાં એકવાર’ જ જોવા મળે છે.
ધૂમકેતુ 17P/હોમ્સ 2007માં વિસ્ફોટ થયો હતો, જેમાં વિશાળ માત્રામાં ગેસ અને ધૂળ નીકળી હતી. આ વિસ્ફોટ તેજસ્વી ચમક સાથે તે સમયે સૂર્યમંડળમાં સૌથી મોટો પદાર્થ બની ગયો હતો. તે વર્ષે ઓક્ટોબરમાં થયેલો આ બ્લાસ્ટ અત્યાર સુધીનો સૌથી મોટો ધૂમકેતુ વિસ્ફોટ છે. રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના માસિક નોટિસમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં, સંશોધકોએ આ ઘટનામાંથી ધૂળની ઉત્ક્રાંતિ યાત્રાનું વર્ણન કર્યું છે.
રિસર્ચ પેપરમાં જણાવાયું છે કે, ‘અમે બ્લાસ્ટ સાઇટની નજીકના બે ડસ્ટ ટ્રેલ્સના વર્તનની આગાહી કરી છે, જે 2022માં જમીન આધારિત ટેલિસ્કોપથી જોઈ શકાય છે.’ ફિનલેન્ડમાં ફિનિશ જીઓસ્પેશિયલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંશોધકો દ્વારા આ સંશોધનનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું. ટીમે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે, વિસ્ફોટથી નીકળેલા ધૂળના કણો પૃથ્વી પરથી ક્યારે અને ક્યાં જોઈ શકાય છે.
આ ઘટના કેવી રીતે જોઈ શકાશે?
સંશોધકોનું માનવું છે કે, ઓગસ્ટ 2022માં સામાન્ય ટેલિસ્કોપની મદદથી ધૂળના કણો પણ જોવા મળશે. અવકાશના ઉત્સાહીઓ સીસીડી કેમેરાથી સજ્જ ઓછામાં ઓછા 30 સેમી ટેલિસ્કોપ વડે ઇમેજ સબસ્ટ્રેક્શન પદ્ધતિ દ્વારા ધૂળના કણોને જોઈ શકે છે. ટીમે પહેલાથી જ ધૂળના કણો શોધી કાઢ્યા છે. તે તારણ આપે છે કે, કણોના વાદળે એક ‘અવરગ્લાસ’ પેટર્ન બનાવી છે જે અવકાશમાં વિવિધ બિંદુઓ પર બદલાતી રહે છે.