ઉત્ક્રાંતિમાં છુપાયેલુ છે તલનું રહસ્યઃ જાણો વિષ્ણુ ભગવાનને કેમ છે પ્રિય?


ઘણાં દિવસોથી આપણે તલ વિશે વાંચીએ છીએ, સાંભળીએ છીએ. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે આપણે સૌ તલ કોઇ પણ સ્વરૂપે ખાઇએ છીએ. તલના નાના દાણાનું ઉત્તરાયણમાં ખુબ મહત્ત્વ છે. એટલે જ તલનું દાન કરવામાં આવે છે, તલનું દાન ઉત્તમ માનવામાં આવે છે. તલ ગોળનો પ્રસાદ પણ ખાવામાં આવે છે.
તલને ગંગાની જેમ પવિત્ર મનાય છે. તેથી તેનો ઉપયોગ પુજામાં કરાય છે. વિષ્ણુ ભગવાનને પણ તલ અત્યંત પ્રિય છે. ગંગા નદી શ્રીહરિના ચરણોમાંથી નીકળે છે અને તલ તેમના શરીરમાંથી જ ઉત્પન્ન થયા હોવાનું માનવામાં આવે છે.
કેવી રીતે થઇ છે તલની ઉત્પત્તિ
તલની ઉત્ત્પતિનો આ ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં પણ છે. કહેવાય છે કે જ્યારે હિરણ્ય કશ્યપ પોતાના પુત્ર પ્રહલાદને સતત કષ્ટ આપીને પરેશાન કરતા હતા તે જોઇને ભગવાન વિષ્ણુ ક્રોધિત થયા. ક્રોધિત થવાના કારણે ગુસ્સામાં તેમનું આખુ શરીર પરસેવે રેબઝેબ થઇ ગયુ. આ પરસેવો જ્યારે જમીન પર પડ્યો ત્યારે તલની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવે છે.
મોક્ષનો માર્ગ બતાવે છે તલ
એવું માનવામાં આવે છે કે જે રીતે ગંગા જળનો સ્પર્શ મૃત આત્માઓને વૈકુંઠના દ્વાર સુધી પહોંચાડે છે, એજ રીતે તલ પણ પુર્વજો. ભટકતી આત્માઓ, અતૃપ્ત જીવોને મોક્ષનો માર્ગ બતાવે છે. તેથી સંક્રાંતિ પર તલને અડીને દાન કરવાની પરંપરા છે.
આ પણ વાંચોઃ જો જો મકરસંક્રાંતિએ ન થાય આ ભુલોઃ ખાસ વાતની રાખજો કાળજી