Ind vs Ban 2nd ODI: બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ODI મેચ (Ind Vs Ban ODI) મીરપુરના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાવાની છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ત્રણ વન્ડે મેચોની સીરીઝની બીજી વન્ડે રમાઈ રહી છે. ત્યારે આજે બન્ને ટીમો ફરી એકબીજા સાથે ભીડવા મેદાને ઉતરશે. જેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગનો નિર્ણય લીધો છે. આ સીરીઝની તમામ મેચ સોની લિવ એપ પર ઓનલાઈન સ્ટ્રીમ કરવામાં આવી છે. આ મેચનું ડીડી સ્પોર્ટ્સ પર પણ જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યુ છે. ટીમ ઈન્ડિયા માટે આ કરો યા મરો મેચ છે. ભારતીય ટીમ પ્રથમ વનડેમાં 1 વિકેટે હારી ગઈ હતી.
બાંગ્લાદેશે ટૉસ જીતી બેટિંગનો નિર્ણય લીધો
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી વનડેમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, આજની મેચ શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જ્યારે ભારતીય ટીમને ફિલ્ડિંગ કરવા માટે આમંત્રણ આપ્યુ છે. બન્ને ટીમો આજે જીત માટે મેદાનમાં છે, એક સીરીઝ બચાવવા તો બીજી સીરીઝ જીતવા માટે પ્રયાસ કરશે.
આ પણ વાંચો:રોમાંચક ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને તેના જ ઘરમાં ધુળ ચટાડી
પ્લેઇંગ ઇલેવન:
ભારતના પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક.
બાંગ્લાદેશના પ્લેઇંગ ઇલેવન
નઝમૂલ હુસેન શાન્તો, લિટન દાસ (કેપ્ટન), અનમુલ હક, શાકિબ અલ હસન, મુશ્ફિકૂર રહીમ (વિકેટકીપર), મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મહેદી હસન મિરાજ (વિકેટકીપર), ઇબાદત હુસૈન, મુસ્તફિઝૂર રહેમાન.