આજે ભારતની ઓસ્ટ્રેલિયા સામે કરો યા મરો મેચ, બુમરાહની થઈ શકે છે વાપસી
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે 23 સપ્ટેમ્બરે રમાવાની છે. બંને ટીમો વચ્ચેની આ મેચ મોટો જંગ રહેશે. ખાસ કરીને ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરો ક્રિકેટમાં યોજાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાવાની છે. પ્રથમ T20 મેચમાં હાર બાદ ભારત માટે આ કરો યા મરો મેચ છે ત્યારે આવી સ્થિતિમાં રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમે ત્રણેય વિભાગોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. છેલ્લી મેચમાં ભારતની બેટિંગ શાનદાર રહી હતી,પરંતુ બોલરોના ખરાબ દેખાવને કારણે ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારત માટે ડેથ ઓવરોની બોલિંગ ચિંતાજનક
ભારતીય ટીમ તેના ઝડપી બોલિંગ આક્રમણથી ચિંતિત છે, જેમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પણ સામેલ છે. હાર્દિક પંડ્યાએ કરેલ અગાઉની મેચમાં 14 ઓવરમાં 150 રન આપ્યા છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર ડેથ ઓવરોમાં ચાલી શકયો નથી. તેણે પણ પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓવરમાં 49 રન આપ્યા હતા. આવા સંજોગોમાં ભારત માટે બુમરાહનું ફિટ હોવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
બુમરાહની વાપસી નક્કી
આ મેચ પહેલા જ ભારત માટે સારા સમાચાર આવ્યા છે કે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ફિટ થઈ ગયો છે અને તેનું આ મેચમાં રમવું લગભગ નિશ્ચિત જણાય રહ્યુ છે. આ સાથે જ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પણ જસપ્રીત બુમરાહને લઈને અપડેટ આપી હતી. સૂર્યકુમાર યાદવે જસપ્રિત બુમરાહની ફિટનેસની ચિંતાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ચિંતા કરવા જેવું કંઈ નથી, બોલર ઝડપથી તેની પીઠની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. બુમરાહ લાંબા સમયથી તેની પીઠની ઈન્જરીના કારણે બહાર હતો. ત્યારે હવે મેચમાં અન્ય બોલરોના ખરાબ પ્રદર્શનને બાદ બુમરાહ આજની મેચમાં કમબેક કરી શકે છે. હવે સ્વસ્થ હોવાની જાણકારી પણ સૂર્યકુમાર યાદવ આપી ચુક્યો છે ત્યારે આજની મેચમાં ફરી બુમરાહ તેની બોલિંગથી ઓસ્ટ્રેલિયાની ટીમના હોશ ઉડાવશે.
આ પણ વાંચો: ક્રિકેટ જગતના મહાન ખેલાડીઓ આ તારીખથી ઉતરશે મેદાને, રોડ સેફટી વર્લ્ડ સીરિઝની ડેટ્સ થઈ જાહેર