ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કર્યા ફેરફાર, આ પ્લેયર કરશે ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની 3-મેચની ODI શ્રેણીની બીજી મેચ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ટેમ્બા બાવુમાના કારણે કેશવ મહારાજ પ્રોટીઝ ટીમનું સુકાન સંભાળી રહ્યા છે.
ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કરાયા
રાંચી ODI મેચમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્લેઈંગ ઈલેવનમાં બે ફેરફાર કર્યા છે. આ મેચ માટે રુતુરાજ ગાયકવાડ અને રવિ બિશ્નોઈને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. તેમની જગ્યાએ વોશિંગ્ટન સુંદર અને શાહબાઝ અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે. આ મેચ દ્વારા શાહબાઝે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. આ સાથે જ પ્રોટીઝ ટીમે પણ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. આ ટીમમાં તેમ્બા બાવુમા અને તબરેઝ શમ્સીના સ્થાને રીઝા હેન્ડ્રીક્સ અને બજોર્ન ફાર્ચુને તક આપવામાં આવી છે.
શાહબાઝે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે સીરીઝની બીજી મેચ રાંચીમાં રમાઈ રહી છે. શાહબાઝ અહેમદ આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી રહ્યો છે. તેને ટીમના કોચ વીવીએસ લક્ષ્મણે ODI કેપ આપી હતી. મેચ ટૂંક સમયમાં શરૂ થશે.
વરસાદ પડે તો મેચ રદ્ થવાની સંભાવના
દિવસ અને બપોરના સમયે વરસાદની સંભાવના વધુ છે. સવારે 11 અને બપોરે 2 વાગ્યે વરસાદની 51% શક્યતા છે. સાંજે 5 વાગ્યા પછી વરસાદની 20% થી વધુ શક્યતા નથી. મેચ બપોરે 1.30 કલાકે શરૂ થવાની છે. ત્યારે જો વરસાદ પડશે તો મેચ રદ્ થવાની શક્યતા પણ દેખાય રહી છે.
આ પણ વાંચો: IND Vs SA ODI : સંજુ સેમશનની લડાયક ઈનિંગ છતાં ભારતનો 9 રને પરાજય