વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નાણા મંત્રાલયે મંગળવારે જાન્યુઆરી મહિનાના જીએસટી કલેક્શનના આંકડા જારી કર્યા હતા. 31 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીના ડેટા અનુસાર 1,55,922 કરોડ રૂપિયાનો GST એકત્ર કરવામાં આવ્યો છે. જેમાં CGST તરીકે રૂ. 28,963 કરોડ, SGST તરીકે રૂ. 36,730 કરોડ અને IGST તરીકે રૂ.79,599 કરોડ એકત્ર થયા હતા. IGSTની રકમમાં માલની આયાત પર ટેક્સ તરીકે રૂ. 37,118 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા.
અગાઉ એપ્રિલ 2022માં રૂ.1.68 લાખ કરોડ હતા
નાણા મંત્રાલયના આંકડા અનુસાર, સેસ તરીકે 10630 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં સામાનની આયાત પર સરચાર્જ તરીકે રૂ.768 કરોડની વસૂલાત કરવામાં આવી છે. સરકારી ડેટા અનુસાર, છેલ્લા એક વર્ષમાં જીએસટી કલેક્શનની આ બીજી સૌથી વધુ રકમ છે. અગાઉ એપ્રિલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું હતું.
આ પણ વાંચો: Budget 2023: બજેટ તૈયાર કરી રહેલા નાણામંત્રીના 6 મહારથીઓ કોણ ? જાણો