વર્લ્ડ

સમુદ્રમાં ખારાશ જ નહીં ગળપણ પણ હોય છે!

Text To Speech

આપણે સૌ જાણીએ છીએ કે, દરિયાની અંદરથી ફક્ત મીઠું જ મળે છે. પરંતુ એવું નથી દરિયાની અંદર ખાંડનો પણ મોટો ભંડાર આવેલો છે. સમુદ્રના તળિયે સી ગ્રાસના સ્વરૂપમાં સુક્રોઝ હોય છે. સુક્રોઝ ખાંડનો મુખ્ય સ્ત્રોત છે.

સમુદ્રના તળિયે સી ગ્રાસમાં 13 લાખ ટન ખાંડનો ભંડાર છે, એટલે કે 32 અબજ ઠંડા પીણાની મીઠાશ જેટલી મીઠાશ છે. થોડા સમય પહેલાં જર્મનીમાં મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર મરીન માઇક્રોબાયોલોજીની શોધમાં આ વાત સામે આવી છે.

દરિયાઈ માઇક્રોબાયોલોજિસ્ટ નિકોલ ડુબિલિયરનું કહેવું છે કે, સી ગ્રાસ ફોટોસિન્થેસિસ દરમિયાન ખાંડનું ઉત્પાદન કરે છે. સંશોધકોએ પાણીની અંદરના સી ગ્રાસ મેદાનોમાં માસ સ્પેક્ટ્રોમેટ્રી ટેક્નિક દ્વારા હાઈપોથેસિસનું ટેસ્ટ કરે છે.

આ દરમિયાન જાણવા મળ્યું હતું કે સરેરાશ પ્રકાશમાં આ સી ગ્રાસ તેમના મેટાબોલિઝ્મ માટે સુક્રોઝનો ઉપયોગ કરે છે. પરંતુ વધુ સૂર્યપ્રકાશમાં, જેમ કે બપોર અથવા ઉનાળામાં આ છોડ વધુ ખાંડનું ઉત્પાદન કરે છે. આ પછી તેઓ તેમના રાઇઝોસ્ફિયરમાં વધુ સુક્રોઝ છોડે છે.

આશ્ચર્યની વાત એ છે કે, આસપાસના વાતાવરણમાં રહેલા સુક્ષ્મસજીવો આ ખાંડ ખાતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, કેમિકલ કમ્પાઉન્ડ રેડ વાઈન, કોફી અને ફળો તેમજ પ્રકૃતિના અન્ય ઘણા સ્થળોમાં જોવા મળે છે. આ રાસાયણિક સંયોજનો જે એન્ટિમાઇક્રોબાયલ છે અને મોટાભાગના સૂક્ષ્મ જીવોના મેટાબોલિઝ્મને અટકાવે છે.

Back to top button