ગુજરાતટ્રાવેલટ્રેન્ડિંગ

ઉનાળાની કાળજાળ ગરમીઃ પ્રવાસન સ્થળ દીવમાં સહેલાણીઓ ઉમટ્યા

Text To Speech

દીવ: પ્રવાસન સ્થળ દીવ સહેલાણીઓથી ઉભરાયું, ઉનાળાની કાળજાળ ગરમી અને વેકેશનના સમયમાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યો દીવનો નાગવા બીચ. પ્રવાસન સ્થળ દીવનું નાગવા બીચ હાલ ટુરિસ્ટોથી ઉભરાયું છે. ગુજરાતમાં હાલ કાળજાળ ગરમી અને તાપથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે. તો બીજી તરફ હાલ વેકેશન પણ ચાલુ છે ત્યારે પાછલા બે વર્ષ બાદ ઉનાળાના વેકેશનમાં દીવનું નાગવા બીચ ગુજરાતીઓ માટે મીની ગોવા સમાન બન્યું છે. અને લોકો કોરોના કાળમાંથી 2 વર્ષે મુક્ત થયા બાદ હવે મુક્ત મને ફરવા નીકળ્યા છે. અને તેમાં પણ લોકોએ ગુજરાતના અન્ય સ્થળોની જગ્યાએ ગીર સોમનાથ નજીકના મીની ગોવા ગણાતા દીવના નાગવા બીચને ફરવા માટે પહેલી પસંદ બનાવ્યું છે.

ફાઈલ ફોટો

દીવના હોટલ માલિકોનું કહેવું છે કે, હાલ જે પ્રવાસીઓ આવી રહ્યા છે તેઓ ગુજરાતના જ છે, અન્ય રાજ્યોમાંથી હજી સુધી ટુરીસ્ટ બુકીંગ નથી આવ્યું. તેમ છતાં ઉનાળાની રાજાઓને પગલે ધંધો સારો થઈ રહ્યો છે. અને મોટાભાગની હોટેલમાં બુકિંગ ફૂલ જોવા મળી રહ્યું છે. આથી દીવના વેપારીઓને સારી એવી કમાણી થાય તેવી આશા છે. આખરે દીવના પ્રવાસન ઉદ્યોગના જીવમાં જીવ આવ્યો છે. કોરોના મહામારીને લીધે આર્થિક નુકસાન જતા છેલ્લા 2 વર્ષથી દીવના વેપારીઓ અને હોટેલ માલિકો નિરાશ બેઠા હતા. પરંતુ રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ દીવની મુલાકાત લેતા દીવનું પ્રવાસન બેઠું થયું છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે.

દીવ આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે સરકારી રીતે દીવને ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. દીવની ફરતે વિશાળ દરિયા કિનારા પાસે આવેલો નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત દીવનું આહ્લાદક વાતાવરણ દિલને ખુશનુમાં બનાવી દે છે.

Back to top button