ગ્રાન્ટેડ શાળાઓની ખાલી જગ્યાઓ ભરવા મુદ્દે શાળા સંચાલકોએ ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. અને જો તેમણે એવી ચીમકી પણ આપી છે કે જો તેમના પ્રશ્નોનું નું ત્વરિત યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં જઈશું. શાળા સંચાલકો બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી મામલે હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે.
શાળા સંચાલક મંડળની હાઇકોર્ટમાં જવાની ચીમકી
બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી મામલે શાળા સંચાલક મંડળે હાઇકોર્ટના શરણે જવાની ચીમકી ઉચ્ચારી છે. આ માટે મહામંડળે શાળાસંચાલકો પાસેથી મંજૂરી પત્ર મંગાવ્યો છે. મહત્વનું છે કે રાજ્યની શાળાઓમાં 800 ક્લર્ક, 900 પટાવાળા, 3600 લાઈબ્રેરીયન, 3200 કમ્પ્યુટર શિક્ષક અને ઉદ્યોગના શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. આ ખાલી પડેલ જગ્યા મામલે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતુ કે અમે રાજ્ય સરકારને આ મામલો વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે. પરંતુ હતુ સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી આ છેલ્લી વાર અમે સરકારને વિનંતી કરીશું અને જો આ મામલે ઉકેલ નહી આવે તો અમે હાઈકોર્ટમાં જઈશું.
શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી ખાલી જગ્યાઓ ભરાઈ નથી
મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 2000 આચાર્યો અને 10 હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ષ 2009 થી જાતે જ ભરતીઓ શરૂ કરી છે પરંતુ છેલ્લે વર્ષ 2017માં આચાર્યોની ભરતી થયા બાદ જગ્યાઓ ભરવામાં આવી નથી. અને શાળાઓમાં ખાલી જગ્યાઓને કારણે શાળાના પરિણામ નીચા જાય છે. સરકારે તાત્કાલિક આચાર્યોની ભરતી કરવી જોઈએ. તેમજ શાળાઓમાં કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ. આમ ગ્રાન્ટેડ શાળાઓની ખાલી જગ્યાઓ ભરાશે તે તેના કારણે શઆળાનું પરિણામ સુધરશે અને બાળકોને પણ સારુ શિક્ષણ મળી શકશે.
આ પણ વાંચો : અમરેલીમાં ફરી ભૂકંપનો આંચકો, 4 દિવસમાં બીજી વખત ધ્રુજી ધરા