ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં હથિયારો લાવી રાજ્યમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો

  • અત્યાર સુધીમાં 10થી વધુ હથિયારો વેચ્યાનો ઘટસ્ફોટ થયો
  • સોલાના ઓગણજ પાસેથી આરોપી ગેરકાયદે હથિયાર સાથે ઝડપાયો
  • આરોપી પ્રતીકની પત્ની તલાટી તરીકે ફરજ બજાવે છે

અમદાવાદમાં હથિયારો લાવી રાજ્યમાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં કાશ્મીરના નિવૃત્ત આર્મીમેન પાસેથી હથિયારો લાવી રાજ્યમાં વેચતા બે લોકો ઝડપાયા છે. તેમાં સોલાના ઓગણજ પાસેથી આરોપી ગેરકાયદે હથિયારો લઈ જતો હતો. તેમજ ખોટા લાઇસન્સ બનાવી એક હથિયાર પાંચ લાખથી લઈ 15 લાખ સુધીમાં વેચતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આંખોના વાયરલ કન્જક્ટીવાઈટીસના એક મહિનામાં કેસ જાણી રહેશો દંગ 

અત્યાર સુધીમાં 10થી વધુ હથિયારો વેચ્યાનો ઘટસ્ફોટ થયો

અત્યાર સુધીમાં 10થી વધુ હથિયારો વેચ્યાનો ઘટસ્ફોટ થયો છે. ઓગળજ સર્કલ પાસે એક યુવકને લાઇસન્સ વગર હથિયાર વેચતા સોલા પોલીસે રવિવારે સવારે રંગેહાથે ઝડપી પાડયો હતો. બાદમાં આરોપીએ અન્ય શખ્સો હથિયાર વેચવાના કૌભાંડમાં સંકળાયેલા હોવાનું કબૂલ્યું હતુ. આથી સોલા પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડયો હતો. બંને આરોપીઓ જમ્મુ કાશ્મીરથી રિટાયર્ડ આર્મીમેન પાસેથી હથિયારો લાવીને વેચતા હતા હતા. અત્યાર સુધી આરોપીઓએ રાજ્યમાં 10થી વધુ હથિયારો વેચ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. બીજી તરફ, કાશ્મીરમાં રહેતા નિવૃત આર્મીમેનને પકડવા માટે સોલા પોલીસની એક ટીમ રવાના થઇ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આ વિસ્તારોમાં થશે મેઘની કૃપા 

આરોપી પ્રતીકની પત્ની તલાટી તરીકે ફરજ બજાવે છે

સોલા પોલીસને બાતમી મળી કે, એક શખ્સ 2307 નંબરવાળી કાર લઈને એસપી રિંગ રોડથી બોપલ તરફ જઇ રહ્યો છે અને તેની પાસે એક હથિયાર છે. આથી ડીસ્ટાફના કર્મીઓએ ઓગળજ સર્કલ પાસે વોચ ગોઠવીને 2307 નંબરવાળી કાર ઊભી રાખી હતી. બાદમાં પોલીસ કર્મીઓએ કારચાલક પ્રતીક ઇશ્વરભાઇ ચૌધરીની તપાસ કરતા તેની પાસે કંઇ મળી આવ્યું ન હતું. આથી પોલીસકર્મીઓએ કારમાં તપાસ કરતા એક રિવોલ્વર, 12 જીવતા કારતૂસ અને 4 ફોડેલા કારતૂસ મળી આવ્યા હતા. આથી પ્રતીકની અટકાયત કરીને પોલીસે કાર, રિવોલ્વર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે પૂછપરછ કરતા પ્રતીક ચૌધરીએ કબૂલ્યું કે, તે મૂળ સાબરકાંઠાના ઇડરનો અને હાલમાં ગાંધીનગર ખાતે રહે છે. તે અગાઉ આસામ ફોર્સમાં નોકરી કરતો હતો, પરંતુ બે વર્ષ પહેલાં તેણે રાજીનામું આપી દીધું હતું. બાદમાં તેણે સિક્યુરિટી તરીકે થોડા સમય સુધી નોકરી કરી હતી. છેલ્લા પાંચ – છ મહિનાથી જમ્મુથી રસપાલ ફોઝી પાસેથી પ્રતીક હથિયારો લાવીને તેના મિત્ર બિપીન મિસ્ત્રી સાથે મળીને હથિયારો વેચી દેતો હતો. આથી બિપીન મિસ્ત્રીને પણ સોલા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પ્રતીકની પત્ની તલાટી તરીકે ફરજ બજાવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Back to top button