- જામનગરમાં સી.એ.ના વિદ્યાર્થીએ સતત વાંચનના તણાવમાં કર્યો આપઘાત
- વિધાર્થીએ રૂમમાં પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો
- પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો
વિદ્યાર્થીઓના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. શહેરના લાલવાડી વિસ્તારમાં સી.એ.ના વિદ્યાર્થીએ સતત વાંચનના તણાવમાં આવીને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદમાં MBBS કરનારને ફાયદો, વધુ એક ખાનગી મેડિકલ કોલેજને મંજૂરી
મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો
શહેરના લાલવાડી ઉમીયાનગરની સામે ગ્રીન પ્લોટમાં રહેતા શ્યામ પરેશભાઈ ઝાલા (ઉ.વ.23) નામના યુવાન જામનગરમાં જ સી.એ.નો અભ્યાસ કરે છે અને સી.એ.ની તૈયારી કરવા માટે સતત વાચનથી વિદ્યાર્થી તણાવમાં આવીને ગત તા.29ની રાત્રીના પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારના સભ્યોને જાણ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ વિધાર્થીને મૃત જાહેર કરતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. આ બનાવની મૃતકના મોટા ભાઈ જય પરેશભાઈ ઝાલાએ પોલીસમાં જાહેર કરતા એ.એસ.આઈ કે.પી. જાડેજાએ મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો.
આ પણ વાંચો: અમદાવાદ: વટવામાં આ જગ્યાએ બન્ને તરફનો રસ્તો બંધ કરી બાબાનો દરબાર લાગશે
એક વિદ્યાર્થીએ જીવતરનો અંત આણ્યો
એક વિદ્યાર્થીએ જીવતરનો અંત આણ્યો છે. જેની વિગત મુજબ શહેરના લાલવાડી વિસ્તારમાં ઉમીયાનગરની સામે, ગ્રીન, પ્લોટ નં.૧૭માં રહેતા 23 વર્ષીય શ્યામ પરેશભાઇ ઝાલા નામના વિદ્યાર્થીએ ગઈકાલે પોતાના રહેણાંક મકાને છતના પંખામા સાડી બાંધી પોતાની જાતેથી ગળાફાસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જય ઝાલાએ સીટી એ ડીવીજન પોલીસમાં જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોચી મૃતકનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં માથાભારે તત્વોથી વેપારી અને તબીબો પરેશાન
અભ્યાસમાં કઠીન કહી શકાય એવી સીએ બનવા માટે શ્યામ સતત વાંચન કરતો
મૃતકના મોટાભાઈએ પોલીસમાં નિવેદન નોંધાવ્યું હતું જે મુજબ, મૃતક ભાઈ શ્યામ સી.એ.ની તૈયારી કરતા હતા. અભ્યાસમાં કઠીન કહી શકાય એવી સીએ બનવા માટે શ્યામ સતત વાંચન કરતો હતો. સતત વાંચનના તણાવમા આવી ગયો હતો અને અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવના પગલે પરિવાર સહીત ખવાસ સમાજમાં સોકનું મોજું ફરી વળ્યું છે.