ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સમાજવાદી પાર્ટી માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે

Text To Speech

ઉત્તરપ્રદેશ, 21 ફેબ્રુઆરી: સમાજવાદી પાર્ટી માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં પરંતુ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે. ઈન્ડિયા એલાયન્સનો ભાગ બનેલી સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને વાતચીત થઈ રહી છે. બંને પક્ષો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં સાથે મળીને સામાન્ય ચૂંટણી લડશે. યુપીની 80 લોકસભા સીટોમાંથી કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે. આ બેઠકો રાયબરેલી, અમેઠી, કાનપુર નગર, ફતેહપુર સિકરી, બાંસગાંવ, સહારનપુર, પ્રયાગરાજ, મહારાજગંજ, વારાણસી, અમરોહા, ઝાંસી, બુલંદશહર, ગાઝિયાબાદ, મથુરા, સીતાપુર, બારાબંકી અને દેવરિયા છે. સાથે જ સપાએ કહ્યું છે કે તે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે.

મધ્યપ્રદેશની આ સીટ પર સપા ઉમેદવારો ઉભા રાખશે

સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલે કહ્યું છે કે સમાજવાદી પાર્ટી ઈન્ડિયા એલાયન્સના સહયોગી કોંગ્રેસના સમર્થનથી મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પર પોતાનો ઉમેદવાર ઉતારશે. એટલે કે સ્પષ્ટ છે કે યુપીમાં સપાએ કોંગ્રેસને 17 બેઠકો આપી છે, જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસે સમાજવાદી પાર્ટીને એક બેઠક આપી છે. બાકીની બેઠકો પર સમાજવાદી પાર્ટી કોંગ્રેસને સમર્થન આપશે.

યુપીમાં 17-63 અને એમપીમાં 1-28

નરેશ ઉત્તમ પટેલ, સપાના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય અને કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડેએ પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી હતી. અવિનાશ પાંડેએ કહ્યું કે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં 17 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે સપા અને અન્ય ગઠબંધનના ઉમેદવારો રાજ્યની બાકીની 63 બેઠકો પર ચૂંટણી લડશે.

કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં આ 17 બેઠકો પર ચૂંટણી લડશે

– રાયબરેલી
– અમેઠી
– કાનપુર નગર
– ફતેહપુર સીકરી
– બાંસગાંવ
– સહારનપુર
– પ્રયાગરાજ
– મહારાજગંજ
– વારાણસી
– અમરોહા
– ઝાંસી
– બુલંદશહર
– ગાઝિયાબાદ
– મથુરા
– સીતાપુર
– બારાબંકી
– દેવરીયા

સૈન્ય સહાયકની નોકરી માટે ગયા હતા રશિયા, યુક્રેન સામે યુદ્ધ લડવા મોકલી દીધા: ભારત સરકાર પાસે માંગી મદદ

‘ગિરિરાજ અમર ઝટકા મીટ’ની દુકાન: ભાજપના ફાયર બ્રાન્ડ સાંસદ કરી રહ્યાં છે પ્રચાર

Back to top button