નેશનલ

જ્ઞાનવાપી મસ્દિજ ASI સર્વે પર સમાજવાદી નેતાએ કહ્યું; “લાગ્યા ને હવે તમને મરચા”

Text To Speech
  • સ્વામી પ્રસાદ મૌર્યાએ ટ્વિટ કરીને કહ્યું કે બદ્રીનાથ મંદિર બૌદ્ધ મઠ હતો, જ્યારે અત્યારે તે બદ્રીનાથ મંદિર બની ગયું છે.

Gyanvapi Masjid: સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ જ્ઞાનવાપીના ASI સર્વેને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, હવે આસ્થા યાદ આવી રહી છે, શું બીજાની આસ્થા, આસ્થા નથી. આ ઉપરાત સ્વામી પ્રસાદ મૌર્યાએ દાવો કર્યો છે કે ઘણાં બધાં હિંદૂ મંદિરો બૌદ્ધોના મઠોં હતા, તેમને તોડીને હિંદૂ મંદિરો બનાવામાં આવ્યા છે. બદ્રીનાથ મંદિરને પણ તેમણે બોદ્ધનો મઠ ગણાવ્યો છે.

  • સ્વામી પ્રસાદ મૌર્યએ આ અંગે એક ટ્વિટ કર્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે બદ્રીનાથ મંદિર બૌદ્ધ મઠ હતું અને બાદમાં તે બદ્રીનાથ મંદિર બની ગયું.

ટ્વીટ કરીને તેમણે લખ્યું કે, “આખરે મર્ચા લાગ્યા ને, હવે આસ્થા યાદ આવી રહી છે. શું બીજાની આસ્થા આસ્થા નથી? એટલે જ અમે કહ્યું હતું કે કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તેના માટે 15 ઓગસ્ટ, 1947ના રોજ કોઈપણ ધાર્મિક સ્થળ જે હતું તે સ્થિતિને ધ્યાનમાં લઈને કોઈપણ વિવાદ ટાળી શકાય છે. નહીં તો જે સાચુ છે તેને સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. બદ્રીનાથ 8મી સદી સુધી બૌદ્ધ મઠ હતું, ત્યારબાદ આ બદ્રીનાથ ધામને હિન્દુ તીર્થસ્થળ બનાવવામાં આવ્યું, આ સત્ય છે.”

આ પણ વાંચો: શું હવે સરકારી કર્મચારીઓ સરકારની ટીકા કરી શકશે નહીં? સરકારે સર્વિસ નિયમોમાં કર્યા ફેરફાર

Back to top button