હરિયાણામાં આજે સૈની સરકારની ‘અગ્નિ પરીક્ષા’, બહુમતી કરવી પડશે સાબિત
ચંદીગઢ (હરિયાણા), 13 માર્ચ: હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ તેના સહયોગી જનનાયક જનતા પાર્ટી (JJP) સાથે ગઠબંધન તોડી નાખ્યું છે અને રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહને નવા સીએમ બનાવ્યા છે. નાયબ સિંહ સૈનીએ મંગળવારે રાજ્યના નવા સીએમ તરીકે શપથ લીધા. હવે હરિયાણાની નવી સરકારે આજે સવારે 11 વાગ્યે વિધાનસભામાં બહુમત સાબિત કરવો પડશે.
સૈની સરકારે આજે બહુમતી સાબિત કરવી પડશે
ભાજપના નાયબ સિંહ સૈનીએ રાજ્યના સીએમ ખટ્ટરે તેમના કેબિનેટ પ્રધાનો સાથે રાજીનામું આપ્યાના થોડા કલાકો પછી મંગળવારે સાંજે ચંદીગઢમાં એક સમારોહમાં હરિયાણાના નવા મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. સૈનીએ 48 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. સૈનીએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજ્યપાલને વિધાનસભા સત્ર બોલાવવા વિનંતી કરી છે. આ દરમિયાન અમે અમારી બહુમતી પણ સાબિત કરીશું.
શીટ શેરિંગના કારણે BJP-JJPનું ગઠબંધન તૂટ્યું
ભાજપને 6 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે અને તેમની સંખ્યા 47 થઈ ગઈ છે. જે 90 સભ્યોની વિધાનસભામાં બહુમતીના આંકડા કરતા એક વધુ છે. બીજી તરફ, જેજેપીના પાંચ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. રાજ્યમાં બેઠકોની વહેંચણીને લઈને ભાજપ અને જેજેપી વચ્ચે બધુ બરાબર નથી. કેમ કે ભાજપ તમામ 10 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે તેવું કહેવામાં આવ્યું હતું, જેજેપી, જે 2019 લોકસભા ચૂંટણીમાં એક પણ બેઠક જીતવામાં નિષ્ફળ રહી હતી, હવે સીટ વહેંચણી હેઠળ ઓછામાં ઓછી બે બેઠકો ઇચ્છે છે.
આ પણ વાંચો: કોણ છે નાયબ સિંહ સૈની? જેઓ મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ હરિયાણાની કમાન સંભાળશે