બિઝનેસ

ડોલર સામે રૂપિયો પ્રથમ વખત 83ની ઉપર થયો બંધ થયો, આજે 61 પૈસાનો ઘટાડો

Text To Speech

ભારતીય રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે ભારતીય રૂપિયો યુએસ ડૉલરની સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે બંધ થયો હતો. તે 61 પૈસાના ઘટાડા સાથે 83.01 પર બંધ રહ્યો હતો. કારોબારના અંતે રૂપિયો આ સ્તરે પહોંચ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. પાછલા ટ્રેડિંગ દિવસે રૂપિયો 10 પૈસા ઘટીને 82.39 પર બંધ થયો હતો.

RUPESS DOLLAR

સામાન્ય માણસ પર અસર

તમને જણાવી દઈએ કે ભારત આવશ્યક સામાન અને મશીનરી સહિત અનેક દવાઓની વિશાળ માત્રામાં આયાત કરે છે. મોટાભાગના મોબાઈલ અને ગેજેટ્સ ચીન અને અન્ય પૂર્વ એશિયાઈ શહેરોમાંથી આયાત કરવામાં આવે છે. જો રૂપિયાનું આ રીતે અવમૂલ્યન ચાલુ રહેશે તો આયાત મોંઘી થશે અને તમારે વધુ ખર્ચ કરવો પડશે.

Rupee opens at all-time low

ભારત તેના 80 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડ ઓઈલની કિંમત વધવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે. આવી સ્થિતિમાં રૂપિયો નબળો થવાને કારણે રસોડામાં ઘર સુધી ઉપયોગમાં લેવાતી રોજિંદા વસ્તુઓની કિંમતો વધી શકે છે, જેના કારણે તમારું ખિસ્સું હળવું થશે. તેમજ પેટ્રોલ અને ડીઝલના મોંઘા થવાને કારણે ભાડું પણ વધી શકે છે. જેના કારણે મુસાફરી મોંઘી થઈ શકે છે. ભારત 60 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. તે ડોલરમાં ખરીદવામાં આવે છે. આવી સ્થિતિમાં રૂપિયો નબળો પડવાને કારણે સ્થાનિક બજારમાં ખાદ્યતેલોની કિંમતો વધી શકે છે.

આ પણ વાંચો : તમિલનાડુ વિધાનસભાએ હિન્દી લાદવાની વિરુદ્ધ ઠરાવ કર્યો પસાર, મુખ્યમંત્રીએ કેન્દ્ર પર સાધ્યું નિશાન

Back to top button