

ગુજરાતમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ખેતીની જમીનનો રી-સર્વે કરવાનો નિયમ રદ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ઈસ્યુમાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો હતો. જમીન રી-સર્વેમાં મોટા પાયે લોચા થયા હોવાની અનેક ફરિયાદો મળી હતી. ગુજરાત સરકારે જમીન રી-સર્વે રદ કરીને નવેસરથી રી-સર્વે કરવાનો નિર્ણય કર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાથી રી-સર્વેના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ થશે.

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બ્રિફીંગમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં જમીનની નવી માપણી કર્યા બાદના રી-સર્વે પ્રમોલગેશનના અરજીના ઝડપી નિકાલ માટે મહત્વનો નિર્ણય હાથ ધર્યો છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે નવી માપણી કર્યા બાદ રી-સર્વે પ્રમોલગેશનના ના-વાંધા નિકાલ માટે સરકારને અરજીઓ મળી હતી . આ અરજીઓ મુજબ ક્ષતિ સુધારણાની કામગીરી અગ્રતાના ધોરણે કરવા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી સમયમાંમ તબક્કાવાર રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ખુબ જ ઝડપથી આ જમીન માપણા ક્ષતિ સુધારણા કાર્યક્રમ હાથ ધરાશે.