- રૂલ્સના અમલવારી પર ત્રણ વર્ષ સુધી રાહત અપાઈ હતી
- હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે
- 4, જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે
ગુજરાતમાં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે પહેલી જૂને બાળકની ઉંમર છ વર્ષ પૂર્ણ થઈ હોવી જરૂરી છે, તે સરકારી નિયમની કાયદેસરતાને પડકારતી અરજીમાં હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે આ કેસમાં એડ્વોકેટ જનરલ હાઈકોર્ટને મદદ કરે. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે.
આ પણ વાંચો: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સારવાર હેઠળ રહેલા પુત્રને મળવા મુબંઈ પહોંચ્યા
આ કેસની વધુ સુનાવણી ચોથી જુલાઈએ હાથ ધરાશે
આ કેસની વધુ સુનાવણી ચોથી જુલાઈએ હાથ ધરાશે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે શિક્ષણ સચિવ પાસેથી માહિતી મેળવો કે પહેલા ધોરણમાં પ્રવેશ માટેના આ નિયમને લીધે રાજ્યમાં કેટલા બાળકો અસર પામે છે અને આ અંગે જવાબ રજૂ કરો.
આ પણ વાંચો: અમેરિકન કંપની ગુજરાતના આ વિસ્તારમાં રૂ.22,500 કરોડનું રોકાણ કરશે
રાજ્યમાં અંદાજે 9 લાખ બાળકો અસર પામશે
સુનાવણી દરમિયાન અરજદારના વકીલની રજૂઆત હતી કે સચિવે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે પહેલા ધોરણમાં પ્રવેશ માટે વયમર્યાદા અંગેના નિયમથી રાજ્યમાં અંદાજે 9 લાખ બાળકો અસર પામશે. જેમને આ વર્ષે પહેલા ધોરણમાં પ્રવેશ નહીં મળી શકે અને તેમણે પ્રિ-પ્રાઈમરી શાળામાં ફરીથી આ વર્ષ રિપીટ કરવું પડશે. જેથી રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઈમાં છ માસની સુધીની રાહત આપો. હાઈકોર્ટ રાજ્ય સરકારને નિર્દેશ આપે કે તા.1-12-23ના રોજ જે બાળકોના છ વર્ષ પૂર્ણ થાય છે તેમને પહેલા ધોરણમાં પ્રવેશ આપવા માટે મંજૂરી આપે.
આ પણ વાંચો: ગુજરાતમાં IPS અધિકારીઓની બદલીનો ગંજીપો ચીપાયો, હવે થશે ટ્રાન્સફર
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવાયેલો છે
આ અરજીનો વિરોધ કરતા સરકારી વકીલની રજૂઆત હતી કે કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ દેશના તમામ રાજ્યોમાં પહેલા ધોરણમાં બાળકને પ્રવેશ આપવા માટે છ વર્ષની વયમર્યાદા નક્કી કરાયેલી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવાયેલો છે, સરકારે વર્ષ 2012ના રૂલ્સમાં વર્ષ 2020માં સુધારો કર્યો છે. જેમાં આ રૂલ્સના અમલવારી પર ત્રણ વર્ષ સુધી રાહત અપાઈ હતી. હવે તા.1-06-2023ના રોજથી તેનો અમલ શરૂ કરાયો છે.