ગુજરાતધર્મ

વેગીલા પવનને કારણે આ યાત્રાધામોની રોપ- વે સુવિધા બંધ, સુરક્ષાને ધ્યામાં રાખી લેવાયો નિર્ણય

Text To Speech

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને પગલે ઠંડા પવનોની સાથે શીતલહેર જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા. બીજી તરફ રાજ્યમાં ઠંડા પવનો ફૂકાતા લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે પ્રવાસન સ્થળ પર યાત્રીકોને સુરક્ષાને ધ્યાને રાખીને અમુક સેવાઓને ટૂંક સમય માટે બંધ કરવામાં આવી રહી છે. ત્યારે આજે યાત્રાધામ પાવાગઢ-ગિરનારની રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે.

પાવાગઢ રોપ- વે સુવિધા-humdekhengenews

પાવાગઢની રોપ- વે સેવા બંધ

મહત્વનું છે કે હવામાન વિભાગે ઠંડા પવનોની સાથે કકડતી ઠંડી પડવાની આગાહી કરી છે. ત્યારે ગઈ કાલે પ્રસિદ્ધ દ્વારકાથી ઓખા બેટ સેવાને હવામાન સુધરે નહી ત્યાં સુધી બોટ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે યાત્રાધામ પાવાગઢમાં યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સંચાલકો દ્વારા રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. જેથી આજે સેવા બંધ હોવાને કારણે રોપવે માટે લાઈનમાં ઉભા ન રહેવા સંચાલકોએ સૂચન આપ્યું છે.

ગબ્બર રોપ- વે સુવિધા-humdekhengenews

અંબાજી ગબ્બર રોપ-વે મેન્ટેનન્સને લઈને બંધ

શક્તિપીઠ અંબાજીમાં માં અંબામાના દર્શનાર્થે રોજ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ત્યારે અંબાજીમાં ગબ્બર પર જવા માટેની રોપ- વે સેવાને સેવા 5 દિવસ માટે બંધ રહેશે. રોપ વે ના મેન્ટેનન્સને લઈને આ સેવાને બંધ રાખવામાં આવી છે. 14 જાન્યુઆરીના દિવસે રોપવે સર્વિસ યોગ્ય સમયાનુસાર શરૂ કરી દેવામાં આવશે. જોકે મેઈટેનન્સ દરમિયાન અંબાજી ગબ્બરમાં દર્શન તો યથાવત જ રહેશે.

જૂનાગઢ રોપ- વે સુવિધા- humdekhengenews

ગિરનાર પર્વત પરની રોપ વે સેવા બંધ

એક તરફ પાવાગઢની રોપ- વે સુવિધાને બંધ કરવામાં આી છે તો બીજી તરફ ગિરનારના પ્રવાસીઓની સુરક્ષા માટે ગિરનાર પર્વતની રોપ વે પણ બંધ કરવામાં આવી છે. જ્યા સુધી પવનની ગતિ ઓછી નહી થાય ત્યા સુધી આ રોપ-વે સુવિધાને શરુ કરવામાં નહી આવે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 2 દિવસથી સતત પવન રહેતા રોપ-વે સંચાલકોએ નિર્ણય લીધો છે. જેના કારણે અહી આવતા પ્રવાસીઓને ઠંડા પવનોમાં પગથિયા ચઢવા માટે મજબૂર બન્યા છે.

આ પણ વાંચો : પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ : આજે મહિલા દિન નિમિત્તે જાણો પ્રમુખ સ્વામી દ્વારા મહિલા સશક્તિકરણના ઉમદા કાર્યો

Back to top button