ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં નહેરુબ્રિજ પાસે રૂ.50 લાખની થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

Text To Speech
  • અશ્વિન અને મેહુલને રૂ. 10-10 લાખ આપ્યા હતા
  • મયંક અને સૌરભને સામેલ કરીને ઘટનાને અંજામ આપ્યો
  • ફરિયાદ નોંધાવ્યા બાદ ચાર લૂંટારુએ મળી સરખા ભાગ કર્યા

અમદાવાદના કાલુપુરમાં આવેલ આંગડિયા પેઢીના બે કર્મચારી એક્ટિવા પર રૂ. 50.19 લાખ રોકડા બેગમાં લઇને નહેરુબ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક્ટિવા પર આવેલ ત્રણ બુકાનીધારી શખ્સોએ ક્રમચારીઓના એક્ટિવાને અકસ્માત કરીને નીચે પાડીને રૂપિયા ભરેલ બેગ ઝૂંટવીને પલાયન થઇ ગયા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારે આંગડિયા પેઢીના કર્મચારીએ જ સમગ્ર લૂંટનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાત: TET-1નું પરિણામ જાણી રહેશો દંગ 

મયંક અને સૌરભને સામેલ કરીને ઘટનાને અંજામ આપ્યો

વટવામાં રહેતા કમલેશકુમાર પ્રજાપતિ ડી.નરેશ આંગડિયા પેઢીમાં નોકરી કરે છે. ત્યારે તે તેના સાથી કર્મચારી છગનલાલ સાથે સીજી રોડ પરથી રૂ. 50.19 લાખ રોકડા રૂપિયા બેગમાં લઇને ઓફ્સિે જઇ રહ્યો હતો. ત્યારે નહેરૂબ્રિજ પાસે પહોચતા જ ત્રણ બુકાનીધારી શખ્સોએ તેમની એક્ટિવા સાથે અકસ્માત કરીને આંગડિયા કર્મચારીઓને નીચે પાડીને લૂંટ ચલાવી હતી. આ ઘટનામાં કમલેશે ઝડપી રૂપિયા કમાવવા માટે પોતાના મિત્ર અશ્વિન પ્રજાપતિ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારે કમલેશ અને અશ્વિને ગુનાહિત ઇતિહાસ ધરાવતો મેહુલસિંહનો સંપર્ક કર્યો હતો. અને મયંક અને સૌરભને સામેલ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચો: PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલની સાદગી અને નૈતિકતાના વખાણ કર્યા 

અશ્વિન અને મેહુલને રૂ. 10-10 લાખ આપ્યા હતા

કમલેશે અશ્વિન સાથે મળીને થોડા દિવસ અગાઉ લૂંટનો પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારે તમામ પાંચ આરોપીઓ એકબીજા સાથે સતત વોટ્સએપ અને ફોનથી સંપર્કમાં રહેતા હતા. કમલેશે કોઇને શંકા ન થાય તે માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી હતી. ત્યારબાદ કમલેશ અન્ય ચારેય આરોપીઓને મળીને લૂંટની રકમના ભાગ પાડયા હતા. જેમાંથી રૂ. 25 કમલેશે પોતાની પાસે રાખ્યા હતા અને અશ્વિન અને મેહુલને રૂ. 10-10 લાખ આપ્યા હતા. તેમજ અન્ય બે આરોપીને અઢી લાખ આપ્યા હતા. જો કે પોલીસે મોબાઇલની અને સીસીટીવીની તપાસ કરતા પાંચેય આરોપીને ઝડપી પાડયા હતા.

Back to top button