ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી રુ.3.50 કરોડના દાગીનાની લૂંટ

Text To Speech

અમદાવાદમાં શાહપુર મેટ્રો સ્ટેશન પાસે મોડી રાત્રે લૂંટની ઘટના બની હતી. જેમાં મેટ્રો સ્ટેશન પાસેથી બે બાઈક સવારો એક વહેપારીના હાથમાંથી સોનાના દાગીના ભરેલી મત્તા લૂટી ગયા હતા.

3.5 કરોડના દાગીનાની લૂંટ

મળતી માહિતી મુજબ બેગમાં 3.50 કરોડના દાગીના હતા, જે દાગીના ભરેલી બેગ લઈને બે યુવકો ફરાર થઈ ગયા હતા. કરોડો રુપિયાના દાગીના ભરેલી બેગ લઈને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ઘટના અંગેની જાણ પોલિસને થતા તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ તે બાદ ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:AAPની 12મી યાદી જાહેર, યુવરાજસિંહ જાડેજા દહેગામની બેઠક પરથી રીપ્લેસ

સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

સી. જી. રોડ પર આવેલા એસ એસ તીર્થ ગોલ્ડ શોપમાં નોકરી કરતા પરાગ શાહ અને ધર્મેશ શાહ 7 નવેમ્બરે સવારે સોનાના દાગીના ભરેલી બે બેગ લઈને અલગ અલગ જ્વેલર્સમાં દાગીના બતાવવા માટે ગયા હતા. જે બાદ રાત્રીના સમયે શાહપુર મેટ્રો સ્ટેશનથી સી. જી. રોડ પરત જઈ રહ્યાં હતા. તે દરમિયાન આ લૂંટનો બનાવ બન્યો હતો. જે બેંગમાં ભરેલ 7.5 કિલો સોના દાગીના જેની કિંમત 3.5 કરોડ લઈને લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલિસને સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જેના આધારે પોલિસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Back to top button