ડાયાબિટીસના દર્દીઓ આનંદો! આર્ટિફિશિયલ સ્વીટનર્સથી નથી ખતરો, ભારતમાં થયું રિસર્ચ
- ડાયાબિટીસના દર્દીઓ આનંદો! મદ્રાસમાં થયેલા આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ઓછી માત્રામાં લેવામાં આવતા આ આર્ટિફિશિયલ સ્વીટનર્સથી બ્લડ સુગર લેવલ વધવાનો ખતરો નથી
HD ન્યુઝ ડેસ્ક, 9 ઓગસ્ટ, 2024: ચા અને કોફીને મીઠી બનાવવા માટે ડાયાબિટીસના દર્દીઓમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ એકદમ સામાન્ય છે, પરંતુ થોડા સમય પહેલા WHOના રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્વીટનરને હાનિકારક જાહેર કરવામાં આવ્યું હતું. જોકે હવે ભારતમાં થયેલા એક અભ્યાસથી ડાયાબિટીસના દર્દીઓ અને હેલ્થ કોન્શિયસ લોકોએ રાહતની અનુભૂતિ કરી છે. આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ઓછી માત્રામાં લેવામાં આવતા આ આર્ટિફિશિયલ સ્વીટનર્સથી બ્લડ સુગર લેવલ વધવાનો ખતરો નથી.
જાણો ક્યાં થયું રિસર્ચ?
મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશને સુક્રાલોઝની ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ પર શું અસર થાય છે, તે અંગે રિસર્ચ કર્યું. તેમાં ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા 179 ભારતીય લોકો સામેલ કરવામાં આવ્યા અને 12 અઠવાડિયા સુધી રિસર્ચ કરવામાં આવ્યું. આ સંશોધનમાં જાણવા મળ્યું છે કે સુક્રાલોઝ, ઝીરો કેલરી આર્ટિફિશિયલ સ્વીટનર, HbA1c ત્રણ મહિનાની સરેરાશ બ્લડ શુગર કાઉન્ટમાં વધારો કરતું નથી. જો તેને ખૂબ ઓછી માત્રામાં લેવામાં આવે તો તે શરીરનું વજન ઘટાડે છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઓછી માત્રામાં સુક્રાલોઝ બ્લડ ગ્લુકોઝ લેવલ પર અસર કરતું નથી, પરંતુ શરીરના વજન, કમર અને બોડી માસ ઈન્ડેક્સમાં ઘટાડો કરી શકે છે. તેનાથી ટ્રાઈગ્લિસરાઈડ અને કોલેસ્ટ્રોલના લેવલ પર પણ સકારાત્મક અસર જોવા મળી હતી.
ડાયાબિટીસના દર્દીઓને થશે ફાયદો
ડાયેટ કોલા અને અન્ય મીઠાઈઓમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ થાય છે. જે નોન ડાયાબિટીસ લોકો પણ લે છે. આવી સ્થિતિમાં અત્યાર સુધી થયેલા સંશોધનો તેના નુકસાનની વાત કરે છે, પરંતુ મદ્રાસમાં હાથ ધરવામાં આવેલા નવીનતમ અભ્યાસમાં, ડાયાબિટીસના દર્દીઓના ચા અને કોફી જેવા પીણાંમાં આવા સ્વીટનરની અસર પર સંશોધન કરવામાં આવ્યું છે. ભારતમાં, ડાયાબિટીસના દર્દીઓ ખૂબ ઓછી માત્રામાં સુક્રાલોઝનો ઉપયોગ કરે છે અને તેની અસર એટલી જ છે જેટલી ડાયાબિટીસ પહેલાં ત્રણથી ચાર ચમચી ખાંડ લેવા પર થાય છે.
ખાંડ કરતા પણ વધુ ખતરનાક છે આ ફૂડ
ભારતીય ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ્સનું પ્રમાણ વધુ છે. રિફાઈન્ડ ઘઉંનો લોટ અને સફેદ ચોખા, જેમાં કાર્બોહાઇડ્રેટ્સ સૌથી વધુ હોય છે અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારે છે.
સુક્રાલોઝ કે આર્ટિફિશિયલ સ્વીટનરનો કેટલો ડોઝ યોગ્ય છે?
દરરોજ થોડી માત્રામાં ચા અથવા કોફીમાં લેવાયેલા આર્ટિફિશિયલ સ્વીટનર્સ નુકસાન કરતા નથી, તેનો ફાયદો એ છે કે તે કેલરી અને ખાંડના સેવનની આદતને ઘટાડે છે.
આ પણ વાંચોઃ વરસાદની સીઝનમાં બહાર પાણીપુરી કેમ ન ખાવી જોઈએ?