કોરોના વાયરસને હરાવીને રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી ? : જાણો અસરકાર ઉકાળો સરળ રીતે બનાવવાની ઝડપી રીત, રાખો આ વાતોનું ધ્યાન.
કોરોનાના દર્દીઓ ઉપર આયુર્વેદની ચાર દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં અશ્વગંધા, ગળોમાંથી બનેલી વટી, જેઠીમધ અને આયુષ 64 નો સમાવેશ થાય છે. નાકમાં અણુ તેલના થોડા ટીપાં નાખી શકો છો, તે બંને છિદ્રોમાં ગયા પછી એક બાયો માસ્કનું સ્વરૂપ લઇ લે છે, એક સ્તરની રચનાને કારણે, વાયરસ અંદર જઈ શકતો નથી. ઉકાળો કેવી રીતે બનાવવો કે શરીરને નુકસાન ન પહોંચે, આયુર્વેદમાં કોરોનાથી બચવા માટેની ટીપ્સ શું છે અને કઈ વાતનું ધ્યાનમાં રાખવું, કોરોનાના દર્દીઓ ઉપર આયુર્વેદ સંશોધન કેટલે સુધી પહોચ્યું, આવા ઘણા પ્રશ્ર્નોના જવાબો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનાના ડાયરેક્ટરે જણાવ્યા હતા. આમ ડોકટરો જણાવી રહ્યા છે કે આયુર્વેદની મદદથી કોરોનાનો સામનો કેવી રીતે કરવો.
(1) અસરકારક ઉકાળો કેવી રીતે બનાવવો જે રોગ પ્રતિકારક શક્તિ વધારે? : આ દિવસોમાં લોકો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે દવા અથવા ઔષધીઓનો ઓવરડોઝ લઇ રહ્યા છે, જેના કારણે તેમને તકલીફ થઈ રહી છે. ડો.તનુજાના મતે, ઉકાળો તૈયાર કરતી વખતે વસ્તુઓનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. ઉકાળો બનાવવા માટે, તજ, સુંઠ, તુલસી, દ્રાક્ષ, કાળા મરી હોવા જરૂરી છે. સુંઠ અને કાળા મરીની તાસીર ગરમ હોય છે, તેથી બંને લેવામાં આવે છે, જો એક ભાગ એટલે કે 2-3 કાળા મરી હોય તો અડધી ચમચી સુંઠ લો. સાથે ચાર ભાગ તુલસી, દ્રાક્ષ લો અને અડધો ભાગ તજ લો અને મિશ્રણ બનાવી લો. એક ચમચી મિશ્રણ પાણીમાં નાંખીને તેને ઉકાળો. તે એન્ટિવાયરલ હોય, જે શરીરની રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. જો તેનો યોગ્ય ભાગ લઈશું તો નુકસાન નહીં કરે. આયુર્વેદ સંસ્થાના લોકો પણ લઈ રહ્યા છે. ઉકાળામાં લીંબુ અથવા ગોળ ઉમેરી શકો છો.
(2) શું રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઔષધીઓ લઈ શકાય છે? : ડો.ના જણાવ્યા અનુસાર, આયુર્વેદની અમુક દવાઓ ઉપર ઈંઈખછ, ઈજઈંછ અને આયુષના વૈજ્ઞાનિકોએ મળીને કોરોનાના દર્દીઓ ઉપર પ્રયોગ કર્યો છે. ચાર ઔષધીઓ પસંદ કરવામાં આવી છે – અશ્ર્વગંધા, ગળોમાંથી બનેલી વટી, જેઠીમધ અને આયુષ-64. તે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે, તાવ નથી આવતો અને શરદી ખાંસીથી પણ રક્ષણ આપે છે. ઉકાળો પીવાથી જેને વધારે ગરમી થાય છે, પેશાબમાં લોહી આવે છે, પાઈલ્સનો રોગ વધી ગયો છે, તો આમાંથી કોઈ પણ ઔષધીમાં આમળા પાવડર ભેળવીને લઈ શકો છો. શરદી તાવ ન હોય, તેના માટે જેઠીમધ પણ ઉમેરી શકો છો.
(3) કોરોનાના દર્દીઓ ઉપર આયુર્વેદ સંશોધન ક્યાં સુધી પહોંચ્યું? : ડો.કહે છે, ચાર ઔષધીઓ ઉપરાંત જેઠીમધ, ગળોનું કોવિડ દર્દીઓ ઉપર પ્રયોગ થયો છે. હવે લીમડો અને કાલમેઘ વન ઔષધીની પણ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહી છે. ગિલોય વટી અને અશ્ર્વગંધા સહિતની ઘણી ઔષધીઓના ખૂબ સકારાત્મક પરિણામ આવ્યા છે.
(4) કોરોનાને શરીરમાં પ્રવેશતા કેવી રીતે અટકાવવો? : ડો.કહે છે કે, બધા એવી વસ્તુ અપનાવો જેથી શરીરમાં વાયરસ ન જાય. સૌ પહેલા માસ્ક લગાવો અને સાબુથી હાથ ધોતા રહો. નાકમાં અણુ તેલના થોડા ટીપાં મૂકો. બંને નસકોરામાં અણુ તેલ પ્રવેશ્યા પછી બાયો માસ્કનું સ્વરૂપ લઇ લે છે. નાકની અંદર એક સ્તર રચાઈ જાય છે, જે એપીથીલયમને ઢાંકી દે છે અને વાયરસ અંદર પહોંચી શકતો નથી. જે જે લોકોએ અણુ તેલ નાકમાં નાખવાનું શરૂ કર્યું છે, તેમનામાં અત્યાર સુધી ચેપ નથી મળ્યો. જેમને શરદી કે કફ કે તાવ છે, તે વરાળ લે. બહાર જાવ આવો છો, તો હળદર, મીઠું, પાણીના કોગળા કરો. જળ નેતિ કરવાથી પણ વાયરસથી બચી શકાય છે.
(5) શું ગરમ વસ્તુઓ ખાવાથી વાયરસ નબળો પડે છે? : ધ્યાન રાખો, દૂધનું પેકેટ હોય કે શાકભાજી, બહારથી લાવેલી દરેક વસ્તુ સારી રીતે ધોવી જોઈએ. ત્યાર પછી તમારા હાથ ધોવાનું ભૂલશો નહીં. ઠંડુ પાણી પીવાની બાબતમાં, ગરમીની વાયરસ ઉપર કોઈ અસર નથી પડતી, પરંતુ એવું જોવા મળ્યું છે કે ગરમ પદાર્થો લેવાથી વાયરસની ગતિ ધીમી પડે છે અને તે વધી નથી શકતો.
(6) એસિમ્પ્ટોમેટિક દર્દીમાં લક્ષણો બહાર આવવાની સંભાવના રહે છે કે નહીં? : ડોકટરે કહ્યું, દરેક વાયરસનો એક નિશ્ચિત સમય હોય છે, જેમાં લક્ષણો આવી જાય છે. જો 14 દિવસની અંદર કોઈ લક્ષણો ન આવે, તો જોવામાં આવે છે કે દર્દીની અંદર વાયરસ સમાપ્ત થઇ જાય છે. વાયરસ નવો છે, તેથી કેટલીક વખત કેટલાક અલગ સ્વરૂપોમાં વાયરસ પાછો પણ આવે છે. તેથી આવતા 7 દિવસ સુધી પોતાને નિરીક્ષણ હેઠળ રાખવાના રહેશે.