ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ શહેરના રિક્ષા ડ્રાઇવરો ‘રોજી-રોટી બચાવ આંદોલન’ કરશે

Text To Speech
  • આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો
  • 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
  • અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી

અમદાવાદ શહેરના રિક્ષા ડ્રાઇવરો ‘રોજી-રોટી બચાવ આંદોલન’ કરશે. જેમાં રિક્ષાચાલકોની 24મીથી હડતાળ છે. તેમાં એપ્લિકેશન થકી ચાલતા ટુ વ્હીલર બંધ કરવા ઉગ્ર માગણી છે. જેમાં ઓલા, ઉબેર, રેપિડોની હેરાનગતિ બંધ કરવા સહિતની માગણીઓ કરવામાં આવશે. તથા નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે.

આ પણ વાંચો: સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડથી પણ જાય એવો હોવાનું બહાર આવ્યુ

24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી

શહેરના રિક્ષા ડ્રાઇવરોએ ‘રોજી-રોટી બચાવ આંદોલન’ હેઠળ 24મી જુલાઈથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારી છે. શનિવારે અમદાવાદ કલેક્ટરને વિવિધ વિષયોની રજૂઆતો કરી, આવેદનપત્ર આપીને તાકીદે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. જો આ માગ સ્વીકારવામાં નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી આપી છે. આ સાથે ટેક્સી યુનિયને પણ વિવિધ માગો અંગે સ્પષ્ટતા નહીં આવે તો આ હડતાળને ટેકો આપવાની પણ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો

અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખે જણાવ્યું હતું કે, ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલર બંધ થાય અને ઓનલાઇન એપ્લિકેશન ઓલા, ઉબેર અને રેપીડો કંપની દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ થાય તેવી અમારી માગણી છે. આ અંગે છેલ્લા એક વર્ષથી રજૂઆત કરાઈ છે. નિરાકરણ નહીં આવતા ‘રોજી રોટી બચાવ આંદોલન’ની શરૂઆત કરી છે. જો સરકાર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ નહીં લાવે તો અચોક્કસ મુદત માટે રિક્ષાચાલકો ઉતરશે. આ આંદોલનમાં ટેક્સી યુનિયને ટેકો જાહેર કર્યો છે. આ આંદોલનમાં ટેક્સી યુનિયન પણ જોડાયેલ છે.

Back to top button