ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

Breaking news: તલાટી &જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયુ જાહેર

Text To Speech
  • તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ થયુ જાહેર
  • ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટેની યાદી થઈ જાહેર
  • હસમુખ પટેલે Tweet કરી આપી જાણકારી

સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક ખુશીના સમાચાર મળી રહ્યા છે. તલાટીની ભરતી પરીક્ષા અને જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યુ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડે પરિણામ જાહેર કર્યુ છે. સાડા સાત લાખ ઉમેદવારોએ તલાટીની ભરતી પરીક્ષા આપી હતી. હસમુખ પટેલે ટ્વીટ કરી જાણકારી આપી છે

જુનિયર ક્લાર્કની પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં યોજાઈ હતી જેને લઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી હતી અને 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. અંદાજે 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણી જોઇને દૂર રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કચ્છમાં વાવાઝોડાના દિવસે જ 34 બાળકોનો જન્મ!

 

Back to top button