ગુજરાતટ્રેન્ડિંગ

આવતીકાલે આ સમયે જાહેર થશે ધોરણ 12 સાયન્સ – ગુજકેટ-2022નું પરિણામ; શિક્ષણમંત્રીએ આપી જાણકારી

Text To Speech

આવતી કાલે સવારે 10 વાગ્યે ધોરણ 12 સાયન્સનું પરિણામ અને ગુજકેટ-2022નું પરિણામ પણ જાહેર થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સાયન્સનાં વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવા માટે તેમનું પરિણામો વહેલા જાહેર કરી દેવામાં આવે છે, ત્યારે વિદ્યાર્થીઓમાં પણ પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET-2022ની ફાઇનલ આન્સર કી કરાઇ છે જાહેર

અત્રે તમને જણાવી દઇએ કે, તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને GUJCET-2022ની ફાઇનલ આન્સર કી પણ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરાઇ છે. ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન (GSHEB) દ્વારા ટૂંક સમયમાં GUJCETનું પરિણામ (GUJCET Result 2022) જાહેર કરવામાં આવી શકે છે. ત્યારે તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષા અને ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી છે. આ ફાઇનલ આન્સર કીને બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

આ રીતે ચેક કરી શકશો GUJCETની ફાઇનલ આન્સર કી?

એ માટે https://www.gseb.org/ પર જઇને તમારે Board Website પર ક્લિક કરવાનું રહેશે. જેમાં તમને GUJCET-2022 Final Answer Key લખેલું દેખાશે. જેની પર ક્લિક કરીને તમે પરિક્ષાને લગતી ફાઇનલ આન્સર કી જોઇ શકશો.

આ રીતે ચેક કરી શકશો ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર કી?

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ-2022 પરીક્ષાની ફાઇનલ આન્સર કી પણ તમે એ જ રીતે જોઇ શકશો. તમને જણાવી દઇએ કે, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (Gujarat Common Entrance Test) રાજ્યભરની સહભાગી સંસ્થાઓમાં સ્નાતક સ્તરના વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે

Back to top button