ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં 132 વર્ષ જૂના બ્રિજનું રિનોવેશન રૂ.27 કરોડના ખર્ચે થશે

Text To Speech
  • 1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બ્રિજ બનાવવામાં આવેલો
  • રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા કવાયત તેજ કરી
  • બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો

અમદાવાદમાં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલો 132 વર્ષ જૂનો ઐતિહાસિક એલિસબ્રિજ જર્જરીત અને ભયજનક હાલતમાં છે, જેથી બ્રિજને છેલ્લાં દસ વર્ષથી વપરાશ માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો. તેવામાં રાજ્ય સરકારે આ હેરિટેજ બ્રિજની વિરાસત જળાવવા કવાયત તેજ કરી છે.

બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી દ્વારા બ્રિજનું રીપેરીંગ કામ શરૂ કરાયું છે. બ્રિજને કેટલું નુકસાન થયું છે? કયા પ્રકારની મરામતની જરૂર છે? કેટલો ભાગ જર્જરીત છે? આ તમામ બાબતોનો બ્રિજ રિનોવેશન કન્સલ્ટન્ટ પાસેથી AMCએ રિપોર્ટ કઢાવ્યો હતો. આ રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, હેરિટેજ વિરાસતની જાળવણી માટે બ્રિજને રિનોવેશન કરવામાં આવશે.

બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો

બ્રિજનું મજબૂતીકરણ અને પુનઃસ્થાપનની કામગીરી પાછળ 26.78 કરોડ રૂપિયાનો ખર્ચે કરવામાં આવશે. બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સમગ્ર કામગીરી લગભગ બે વર્ષ ચાલશે. 1892માં અંગ્રેજ શાસનકાળ દરમિયાન બનાવવામાં આવેલા એલિસબ્રિજની લંબાઈ 433.41 મીટર, પહોળાઈ 6.25 મીટર છે. 30.96 મીટરના 14 સ્પાન બો-સ્ટ્રીંગ ટાઈપના સ્ટીલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: રેશનકાર્ડને આધારકાર્ડ સાથે ઘરે બેઠા લિંક કરી શકાય છે, જાણો કેટલા લોકોએ e-KYC કરાવ્યું

Back to top button