ગુજરાતનેશનલ

નરેન્દ્ર મોદીના રાજકીય શાસનના 21 વર્ષ પૂર્ણ: ગુજરાત મોડેલથી લઈ મેક ઈન ઈન્ડિયા સુધીની સફર

Text To Speech

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન કાળને આજે 21 વર્ષ પૂરા થયા છે. આજથી બરાબર 21 વર્ષ પહેલા એટલે કે 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત શપથ ગ્રહણ કર્યા હતા. નરેન્દ્ર મોદીનું ગુજરાત મોડલ એ માપદંડ બની ગયું અને જેના પર અન્ય રાજ્યોનો વિકાસનુની તુલા કરવામાં આવતી હતી. ગુજરાત મોડલની એટલી ચર્ચા થઈ કે મોદી 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમના ચહેરા તરીકે ઉભરી આવ્યા. અને 8 વર્ષથી તેઓ દેશના પ્રધાનમંત્રીના પદે બિરાજમાન છે. પીએમ મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે.

વડનગરમાં જન્મ

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950નાં રોજ ગુજરાતનાં એક નાના શહેર વડનગરમાં થયો હતો. તેમનો પરિવાર ‘અન્ય પછાત વર્ગ’ (ઓબીસી) સાથે સંબંધિત છે, જે સમાજનાં વંચિત સમુદાયોમાં સ્થાન ધરાવે છે. તેમનો ઉછેર ગરીબીમાં થયો હતો, પણ પ્રેમાળ કુટુંબ ‘નાણાની તંગી વચ્ચે પણ હળીમળીને’ રહેતું હતુ. જીવનની પ્રારંભિક અવસ્થામાં એમને મહેનતનું મૂલ્ય શીખવા મળવાની સાથે એમને સામાન્ય નાગરિકોની ટાળી શકાય એવી સમસ્યાઓ પણ જાણવા મળી હતી. એનાથી તેઓ યુવાવસ્થામાં જ લોકો અને દેશની સેવા કરવા માટે પ્રેરિત થયાં હતા. પોતાનાં શરૂઆતનાં વર્ષમાં તેમણેરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે કામ કર્યું હતું અને પછી પોતાની જાતને રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરે ભારતીય જનતા પક્ષમાં રાજકીય કાર્ય માટે સમર્પિત કરી દીધી હતી. મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રમાં એમએ (માસ્ટર ઑફ આર્ટ્સ) કર્યું હતું.

7 ઓક્ટોબર 2001ના રોજ લીધા મુખ્યમંત્રીના શપથ

નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં 21 વર્ષ પૂરા થયા. આ બે દાયકામાં તેઓ મજબૂત મુખ્યમંત્રીથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય ભારતીય નેતા બની ગયા છે. નરેન્દ્ર મોદી દેશના અન્ય કોઈ પણ નેતા કરતા વધુ માસ અપીલ ધરાવે છે અને ચૂંટણીઓમાં ભાજપનો સૌથી વિશ્વાસપાત્ર ચહેરો છે. જો કે તેમના આલોચકો પણ કમ નથી. તેમણ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તે સમય દરમિયાન નરેન્દ્ર મોદી ભાજપના પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના પ્રભારી હતા. તત્કાલિન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ જ્યારે પીએમ મોદીને ફોન કરીને દિલ્હી બોલાવ્યા ત્યારે તેઓ સ્મશાનમાં હતા. તે સમયે પ્લેનક્રેશમાં દિગ્ગજ નેતા માધવરાવ સિંધિયાનું અવસાન થયું હતું.. તેમને તે સમયે 2001માં કેશુભાઈ પટેલની જગ્યાએ મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપાઈ હતી. 7 ઓક્ટોબરે મુખ્યમંત્રી બન્યા બાદ ફેબ્રુઆરી 2002માં તેઓ રાજકોટ 2 વિધાનસભા બેઠકથી ચૂંટણી લડ્યા અને જીત્યા.

ગુજરાત મોડલ ખૂૂણે ખૂણે વખણાયું

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ 2002ની ગુજરાત વિધાનસભા ચૂંટણી, 2007 અને 2012ની ચૂંટણી પણ જીતી અને ફરી મુખ્યમંત્રી બન્યા. 2002માં મોદીના નેતૃત્વમાં 127 બેઠક મળી ત્યારબાદ ગુજરાત મોડલ દેશમાં ખૂણે ખૂણે ચર્ચાવા લાગ્યું હતું. 2003માં વાઈબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર સંમેલનની શરૂઆત પણ થઈ. 2007માં ભાજપને ફરી બહુમતી મળી અને 115 બેઠકો જીતી, ત્યારબાદ 2012ની ચૂંટણીમાં પણ મોદીના નેતૃત્વમાં સતત ત્રીજી જીત મળી અને ભાજપને 115 બેઠકો મળી. નરેન્દ્ર મોદી 12 વર્ષ અને 7 મહિના સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા.

2014માં દેશના વડાપ્રધાન બન્યા

2014થી દેશના વડાપ્રધાન તરીકે તેમની સફર શરૂ થઈ. હવે તેઓ આઠ વર્ષથી વધુ સમયથી દેશના વડાપ્રધાન છે અને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાનોમાં તેમનું સ્થાન ચોથા નંબરે છે. તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ 16 વર્ષ 208 દિવસ, ઈન્દિરા ગાંધી 15 વર્ષ 350, મનમોહન સિંહ 10 વર્ષ 4 દિવસ સુધી પીએમ રહ્યા હતા. ભારતના વડા પ્રધાન બન્યા પછી, 2 ઓક્ટોબર 2014 ના રોજ, નરેન્દ્ર મોદીએ દેશમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું. તે પછી, છેલ્લા સાડા ચાર વર્ષમાં મોદી સરકારે આવી ઘણી પહેલ કરી, જેની લોકોમાં ખૂબ ચર્ચા થઈ. સ્વચ્છ ભારત અભિયાન પણ આવી જ એક પહેલ છે. જાગૃતિ અભિયાન હેઠળ, સરકારે લોકોને સ્વચ્છતા માટે પ્રેરિત કરવા પગલાં લીધાં. તેમણે દેશને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાની ઝુંબેશ અંતર્ગત અભિયાન પણ ચલાવ્યું હતું. આ સાથે દેશભરમાં શૌચાલય પણ બનાવવામાં આવ્યા. દેશમાં સ્વચ્છતાના ખર્ચમાં વધારો કરવા માટે સરકારે સ્વચ્છ ભારત ઓક્ટ્રોય (સેસ) પણ રજૂ કર્યું. અને  ભારતમાં ‘મેક ઈન ઈન્ડિયા’ નો નવો કન્સેપ્ટ રજૂ કર્યો.

સોશિયલ મીડિયા પર સૌથી લોકપ્રિય નેતા

નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર વિશ્વમાં સૌથી લોકપ્રિય નેતાઓમાંથી એક છે. મોદી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલો કરાતા નેતા છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના સૌથી વધુ 60.8 મિલિયન અને ફેસબુક પર તેમના 46 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર પીએમ મોદીના 71.6 મિલિયન ફોલોઅર્સ છે. તેઓ ટ્વિટર પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ બીજા સૌથી વધુ ફોલો કરાતા રાજનેતા છે.

ફેબ્રુઆરી 2019 સિઓલ શાંતિ પુરસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુક્રવારે દક્ષિણ કોરિયામાં સિઓલ શાંતિ પુરસ્કાર 2018 એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અને ચૌદમા વ્યક્તિ છે. એપ્રિલ 2016માં નરેન્દ્ર મોદીને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ધ ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદ’થી સન્માનિત કરવામાં આવ્યા છે. જૂન 2016 માં, અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, અમીર અમાનુલ્લા ખાન એવોર્ડથી સન્માનિત કર્યા. સપ્ટેમ્બર 2018: ‘ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ’ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અને દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાના તેમના સંકલ્પ માટે આ સન્માન આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 19 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી રાજકોટમાં, જાહેરસભા અને કરોડોના વિકાસકામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

Back to top button