એજ્યુકેશનગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલયુટિલીટી

JEE Mains 2024 Session 2 માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

Text To Speech

JEE, 03 ફેબ્રુઆરી : JEE Mains Session 2 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 2 ફેબ્રુઆરીથી JEE Mains 2024 પરીક્ષા Session 2 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રસ ધરાવતા ઉમેદવારો NTA JEEની અધિકૃત વેબસાઇટ jeemain.nta.ac પરથી સંયુક્ત પ્રવેશ પરીક્ષા એટલે કે JEE Mains 2024 પરીક્ષા Session 2 માટે અરજી કરી શકે છે. ખાસ નોંધ, આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 2 માર્ચ, 2024 છે.

JEE Mains Session 2 માટેની ઓફિશિયલ નોટિસ

JEE Mains 2024 પરીક્ષા Session 2 માટે કેવી રીતે અરજી કરવી :

સૌથી પહેલા NTA JEE jeemain.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

આ પછી હોમ પેજ પર ઉપલબ્ધ JEE Mains 2024 પરીક્ષા Session 2 લિંક પર ક્લિક કરો.
ત્યારબાદ,તમારી નોંધણી કરાવીને લોગિન કરો.
આ પછી અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો.
આ પછી સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
છેલ્લે વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

ડાયરેક્ટ લિંકhttps://jeemainsession2.ntaonline.in/

પરીક્ષા ક્યારે યોજાશે

JEE Mains 2024 પરીક્ષા Session 2 ની પરીક્ષા 4 એપ્રિલ થી 15 એપ્રિલ, 2024 ની વચ્ચે યોજાશે. JEE Mains 2024 Session 2 પરીક્ષાનું વિગતવાર શેડ્યૂલ નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

આ પણ વાંચો : પૃથ્વી પરનું સૌથી સૂકું સ્થળ, જ્યાં વર્ષોથી વરસાદ નથી પડ્યો

Back to top button