ચમત્કારોની અસલી કહાનીઃ ધીરેન્દ્ર શાસ્ત્રી જ નહીં, ચંદ્રાસ્વામી પણ કરતા હતા આ દાવો
તાજેતરમાં ચર્ચામાં આવેલા કથાવાચક અને બાગેશ્વર ધામના સંચાલક ધીરેન્દ્ર શાસ્ત્રીની જ્યારે વાત થાય છે ત્યારે ચંદ્રાસ્વામી ચર્ચા કરવી પણ જરૂરી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીનો દાવો છે કે તેઓ તેમના દરબારમાં પહોંચનાર લોકોના મનની વાત જાણી લે છે અને તેમની સમસ્યાનું નિરાકરણ પણ બતાવે છે. તેમના આ દાવાઓ પર ખુબ જ વિવાદ થયો છે. જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત આવે ત્યારે આવી જ રીતે ચમત્કાર બતાવવાનો દાવો કરનાર ચંદ્રાસ્વામીની વાત કરવી પડે.
ભારતના પુર્વ ડિપ્લોમેટ અને બ્યુરોક્રેટ નટવરસિંહે પોતાની એક બુકમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. બ્રિટનની રાજધાની લંડનમાં હાઉસ ઓફ કોમન્સમાં એક નાના રૂમમાં જાણીતી હસ્તીઓ બેઠી હતી. બ્રિટિશ પાર્લામેન્ટમાં ભારતના ડેપ્યુટી હાઇ કમિશનર નટવર સિંહ, બ્રિટનના વિરોધ પક્ષના નેતા અને કન્ઝર્વેટિવ પાર્ટીના લીડર માર્ગરેટ થેચર ત્યાં હાજર હતા. માર્ગરેટ થેચર આગામી થોડા વર્ષોમાં પીએમ બનવાના હતા. આ બધાની વચ્ચે ગોડમેન ગણાતા તાંત્રિક ચંદ્રાસ્વામી આ મિટિંગમાં સામેલ હતા.
બ્રિટન જેવો આધુનિક દેશ અને ઉપરથી ત્યાંની સંસદ હાઉસ ઓફ કોમન્સ. આ કોઇ એવી જગ્યા ન હતી જ્યાં કોઇ તંત્ર મંત્ર કરી શકાય કે પછી કોઇના અંગે ભવિષ્યવાણી કરી શકાય, પરંતુ એ દિવસે ત્યાં જે ચમત્કાર થયો તે જોઇને તો ‘આયર્ન લેડી’ તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયેલા માર્ગારેટ થેચર ખરેખર મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
25-30 વર્ષનો એક યુવાન તાંત્રિક, લાલ વસ્ત્રોમાં સજ્જ થઇને, કપાળ પર તિલક લગાવી, રુદ્રાક્ષની માળા લગાવી, ધ્યાનની મુદ્રામાં તેમની સામે બેસીને, શક્તિશાળી સ્ત્રી માર્ગારેટ થેચરના મનની વાત કહી રહ્યો હતો. અને તે આશ્ચર્યથી સાંભળી રહ્યા હતા. આ ‘સિદ્ધ પુરુષ’એ વિપક્ષના નેતા માર્ગારેટ થેચરને પણ કહ્યું કે તે કેટલા દિવસોમાં બ્રિટનના વડાપ્રધાન બનવાના છે.
પેન્સિલ અને કાગળના ટુકડા
ભારતીય બ્યુરોક્રેટ નટવરસિંહે માર્ગારેટ થેચર ચંદ્રાસ્વામીની ડિમાન્ડ પર થેચર સાથે તેમની મુલાકાત કરાવી હતી. ચંદ્રાસ્વામી પાસે 10 મિનિટનો સમય હતો. થેચરે એટલો જ સમય આપ્યો હતો. ચંદ્રાસ્વામીએ પેપર અને પેન્સિલ મંગાવી અને કાગળની ઉપરથી નીચે અને ડાબેથી જમણે લીટી દોરી દીધી. કાગળના ટુકડા આપીને તેમાં કોઇ પણ પાંચ સવાલ લખીને તેને સારી રીતે વાળીને કાગળ પર બનેલા ખાનામાં રાખવાનું કહ્યુ.
ચંદ્રાસ્વામીએ થેચરને મનમાં જ પહેલો સવાલ વાંચવા કહ્યુ. ચંદ્રાસ્વામીએ તે સવાલને બિલકુલ યોગ્ય ગણાવ્યો અને કહ્યુ કે તમારી ચીનની યાત્રા સફળ રહેશે. સવાલ એકદમ યોગ્ય હતો. બીજો સવાલ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની તમારી મુલાકાત સફળ રહેશે. આ સવાલ પણ સાચો હતો. થેચર હવે ચોંકી ગયા હતા. તેઓ ઉત્સુક બની ચુક્યા હતા.
આયરન લેડીનું મન ભારતીય સંન્યાસી માટે બદલાઇ ગયુ
અત્યાર સુધી ગુસ્સાથી જોઇ રહેલા માર્ગરેટ થેચર હવે ભારતીય સંન્યાસીને લઇને પોઝીટીવ બની ચુક્યા હતા. પાંચમો સવાલ આવતા આવતા તો તેમણે સીટિંગ પોઝીશન પણ બદલી દીધી હતુ. તેઓ ચંદ્રાસ્વામીને સામાન્ય વ્યક્તિના બદલે સિદ્ધ પુરુષ માનવા લાગ્યા હતા. સંધ્યાકાળ થઇ ચુક્યો હતો. બીજા પ્રશ્નના જવાબ ચંદ્રાસ્વામીએ ન આપ્યા. તેમણે અન્ય મીટિંગ ફિક્સ કરાવી અને તે સમયે થેચરને એક તાવીજ આપ્યુ. ચંદ્રાસ્વામીએ આગામી મુલાકાત વખતે તે તાવીજ થેચરને હાથમાં બાંધીને આવવા જણાવ્યુ હતુ. થેચરે કોઇ પણ સંકોચ વગર તે તાવીજ લઇ લીધુ હતુ. આગામી મુલાકાતમાં થેચરે ચંદ્રાસ્વામીને અનેક પ્રશ્નો પુછ્યા હતા. તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હતો કે હું વડાપ્રધાન ક્યારે બનીશ? ચંદ્રાસ્વામીએ જવાબ આપતા કહ્યુ હતુ કે તમે આગામી સાડા ત્રણ વર્ષમાં વડાપ્રધાન બનશો. તમે નવ વર્ષ, 11 વર્ષ અથવા 13 વર્ષ માટે વડાપ્રધાન બનશો.
1975ની ભવિષ્યવાણી 1979માં સાચી પડી હતી
બ્રિટિશ રાજકારણના સાડા ત્રણ વર્ષ પસાર થઇ ગયા. મે 1979માં બ્રિટનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીનો વિજય થયો હતો. માર્ગારેટ થેચર બ્રિટિશ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મોટી પાર્ટીના પ્રથમ મહિલા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 4 મે 1979 ના રોજ તેઓ બ્રિટનના વડા પ્રધાન બન્યા હતા. તેઓ 1983 અને 1987 માં પણ ચૂંટણી જીત્યા હતા અને લગભગ 11 વર્ષ સુધી પદ પર રહયા હતા.
દુનિયાભરમાં મશહુર હતા ચંદ્રાસ્વામી
ચંદ્રાસ્વામી એક તાંત્રિક હતા. ભારતીય રાજકારણના સૌથી વિવાદાસ્પદ પાત્રોમાં તેઓ સામેલ હતા. 23 મે 2017ના રોજ 66 વર્ષની ઉંમરમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. એક સમયે ચંદ્રાસ્વામીને કેટલાય દેશની સરકારના તાકાતવાર લોકો સાથે ઉઠવા બેસવાનું થતુ હતુ. તેઓ ભારતના પુર્વ વડાપ્રધાન પીવી નરસિંહરાવના સૌથી નજીકના સલાહકારોમાંથી એક હતા. જોકે તેમની પર રાજીવ ગાંધીની હત્યાના ષડયંત્રમાં સામેલ થવાનો પણ આક્ષેપ હતો. વિવાદો સાથે તેમને જુનો નાતો હતો અને આ કારણે તેમણે જેલની હવા પણ ખાવી પડી હતી.
આ પણ વાંચોઃ Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા