રાજકારણમાં એન્ટ્રીને લઈને જાણો શું કહ્યું રમેશભાઈ ટીલાળાએ
રાજકોટ દક્ષિણની બેઠક પર જ્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. ત્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ રમેશભાઈ ટિલાળાને ટિકિટ આપી છે. આ બેઠક પર પાટીદાર સમાજનુ ઘણુ પ્રભુત્વ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ લેઉવા પાટીદાર સમાજના અગ્રણી તેમજ ઉદ્યોગપતિ એવા એક સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ત્યારે હમ દેખેંગેની ટીમે રમેશભાઈ સાથે મુલાકાત કરી હતી અને ચૂંટણીની તૈયારીને લઈને તેમની વાત ચીત કરવામાં આવી હતી.
આ પણ વાંચો:જાણો શું કહ્યુ ડો. દર્શિતા શાહએ આવનાર વિધાનસભા ચૂંટણીની રણનીતિને લઈને
રાજકોટ દક્ષિણની બેઠકના રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતુ કે તેઓ અનેક સેવાકીય ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે જેના કારણે તેમને લોક ચાહના પણ મળી રહી છે. તેમજ હવે રાજકીય ક્ષેત્રે આવતા અનેક ચેલેન્જીસને લઈને તેઓ સજ્જ છે કારણે સમાજીક કામ અને રાજકીય કામ બન્ને સમાન છે ત્યારે લોકોની સેવા કરતા કરતા તેઓ રાજકારણમાં ઉતર્યા છે. આ સાથે તેઓએ એ પણ જણાવ્યુ હતુ કે તેમને લોકો તરફથી પણ ખુબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેમજ લોકો તેમને બહુમતીથી જીતાડશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.