ગુજરાતટ્રેન્ડિંગ

રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો

Text To Speech
  • TRP ગેમઝોન દુર્ઘટના મુદ્દે સુઓમોટો લેવા HCમાં અપીલ કરી
  • કોમર્શિયલ પ્લોટ કે જગ્યા ન હતી છતા ત્યાં ધંધાદારી ઉપયોગ થયો
  • ગેરકાયદે માળખુ હોવા છતાં કેમ કાર્યવાહી ન થઈ તે લોકો ચર્ચા શરૂ

રાજકોટ ગેમઝોન આગ હોનારતનો મુદ્દો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં સુઓમોટો લેવા HCમાં અપીલ કરી છે. તેમાં HC બાર એસો.ના પ્રમુખે TRP ગેમઝોન દુર્ઘટના મુદ્દે સુઓમોટો લેવા HCમાં અપીલ કરી છે. જેમાં ફાયર સેફટી, જવાબદાર સામે કડક પગલાં લેવા રજૂઆત કરી છે.

આ પણ વાંચો: ગુજરાત: વિધવા મહિલાને પતિના હત્યારા સાથે જ પ્રેમ કરવો પડ્યો ભારે 

બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ રજૂઆત કરી

ઉલ્લેખનીય છે કે બાર એસો.ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીની રજૂઆત છે કે ફાયર સેફટી, જવાબદાર સામે કડક પગલાં લેવા જોઇએ. ગુજરાતમાં અન્ય સ્થળો પર પણ ગેમઝોન આવેલા છે. તેમજ ગેમઝોનમાં બેદરકારી રાખતા ઓનર્સ સામે પગલાં લેવા જોઇએ. તેમજ TRP ગેમઝોન કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે. જેમાં સંચાલકોની સૌથી મોટી બેદરકારીનો ખુલાસો થતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગેમઝોન રહેણાક વિસ્તારના પ્લોટમાં ચાલતો હતો. બિન કોમર્શિયલ પ્લોટમાં ગેમઝોન ચાલતો હતો. તેમાં મનોરંજન કર વિભાગ કે RMCમાં કોઈ નોંધ ન હતી. ગેરકાયદે માળખુ હોવા છતાં કેમ કાર્યવાહી ન થઈ તે લોકો ચર્ચા કરી રહ્યાં છે.

કોમર્શિયલ પ્લોટ કે જગ્યા ન હતી છતા ત્યાં ધંધાદારી ઉપયોગ થયો

રાજકોટ TRP ગેમ્સ ઝોનની જગ્યા રહેણાક વિસ્તારમાં આવેલી અને રહેણાક પ્લોટ હોવાનું ખુલ્યું છે. કોમર્શિયલ પ્લોટ કે જગ્યા ન હતી છતા ત્યાં ધંધાદારી ઉપયોગ થયો હતો. ગેમ્સ ઝોન હોવા છતાં તેની ન તો મનોરંજન કર વિભાગ કલેકટરમાં કોઈ નોંધ હતી કે તેની RMCમાં પણ કોઈ નોંધ કરવામાં આવી હતી નહી. તેમજ આખું માળખુ લોખંડનાં પિલર અને પતરાથી મઢીને તૈયાર કરી સિંગલ એન્ટ્રી અને એકઝિટ રાખવામાં આવી હતી. જેમાં ગેરકાયદે માળખું છતા તેને લઈને ટાઉન પ્લાનિંગ વિભાગ કે અન્ય વિભાગે કોઈ કાર્યવાહી કે નોંધ કરી નથી. તેથી આવી ગોઝારી ઘટના બની છે તેવી લોક ચર્ચા શરૂ થઇ છે.

Back to top button