વરસાદ બન્યો વિઘ્ન ! અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજનો દરબાર રદ
અમદાવાદમાં ધીરેન્દ્રશાસ્ત્રીનો આજનો કાર્યક્રમ રદ કરાયો છે. કાર્યક્રમ માટેની વ્યવસ્થા ન થઈ શકતા આ નિર્ણય લેવામા આવ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદમાં જ્યાં ધારેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો તે ઓગણેજના મેદાનમા પણ પાણી ભરાઈ ગયું છે. જેના કારણે આ કાર્યક્રમ રદ કરવામા આવ્યો છે.
અમદાવાદમાં ધીરેન્દ્રશાસ્ત્રીનો આજનો કાર્યક્રમ રદ
અમદાવાદમાં ગઈ કાલે વરસેલા વરસાદને કારણે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન ખોરવાયું છે. ઓગણજમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર લાગવાનો છે તે ગ્રાઉન્ડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ગ્રાઉન્ડમાં અલગ અલગ જગ્યાએ વરસાદના પાણી ભરાયા છે તો જ્યાં પંડાલ લાગવાનો છે ત્યાં પણ આયોજનનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમા આજે યોજનાર બાબા બાગેશ્વરનો કાર્યક્રમ રદ કરવામા આવ્યો હોવાની વિગતો સામે આવી છે.
વરસાદને કારણે ગ્રાઉન્ડની હાલત ખરાબ
મહત્વનું છે કે અમદાવાદમા આજે અને આવતી કાલે ધીરેન્દ્રશાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવાનો હતો. આ કાર્યક્રમ માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામા આવી હતા.અમદાવાદના ઓગણજ વિસ્તારના ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાને કારણે આ કાર્યક્રમ થઈ શકે તેમ ન હોવાથી આજના દિવસનો કાર્યક્રમ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દરબારમાં સામેલ થવા દુર દુરથી ભક્તો આવ્યા
બીજી તરફ જ્યાં દિવ્ય દરબાર થવાનો છે તે સ્થળ ઉપર ગુજરાત બહારના રાજ્યના લોકો બાબાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે. તેમજ અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમને રદ કરતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
અગાઉ ચાણક્યપુરીમાં કાર્યક્રમનું કરાયું હતુ આયોજન
ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બાબાની પ્રસિદ્ધી જોઈને બાબાના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટે તેવી શક્યતા હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દિવ્ય દરબારનું સ્થળ બદલવામાં આવ્યું હતું. અને ઓગણજ વિસ્તારના ગ્રાઉન્ડમાં આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ! 91 તાલુકામાં અઢી ઈંચ સુધી ખાબક્યો વરસાદ