ગતરોજથી ધોરણ 10ની પરીક્ષા શરુ થઈ ગઈ છે. જેમાં મોબાઈલ ફોન પર, ગ્લોબલ વોર્મિંગ અને ટ્યુશન પર નિબંધ પૂછવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે ચોરી કરતા એક વિદ્યાર્થી ઝડપાયો હતો. ધોરણ 10, 12માં પેપર સરળ હોવાથી વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સેન્ટર પર મૂકવા સંબંધીઓ પહોંચ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ: ઓડિટ વાંધાનો નિકાલ નહીં થવાને કારણે AMCને કરોડોનું આર્થિક નુકસાન
રસ્તા પર રખડતા ઢોર, શેરીઓમાંથી પસાર થતી વખતે લોકો પર હુમલો કરવાના બનાવો અવારનવાર અખબારોમાં હેડલાઇન્સમાં જોવા મળે છે. આવી સ્થિતિમાં મંગળવારથી શરૂ થયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓમાં પણ આ મુદ્દો સામે આવ્યો હતો. ધોરણ 10માં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પાસેથી રખડતા પ્રાણીઓની સમસ્યા પર પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ તેમના શહેરમાં રખડતા પશુઓની સમસ્યા અંગે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને ફરિયાદ કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, અંગ્રેજી માધ્યમમાં તો તેઓને બાળપણની યાદો અને ટ્યુશનની જરૂરિયાત અથવા શિક્ષણમાં ભ્રષ્ટાચાર પર નિબંધ લખવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે ધોરણ 10 માં, ગુજરાતી માધ્યમમાં મોબાઈલ ફોનના ફાયદા અને ગેરફાયદા પર નિબંધ લખવાનું કહેવામાં આવ્યું. જ્યારે હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને પ્રથમ ભાષાના વિષયમાં ગ્લોબલ વોર્મિંગ અને વિશ્વમાં ભારતની ઓળખ વિષય પર નિબંધ પૂછવામાં આવ્યો હતો.
મંગળવાર બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાના વાહનોમાં બાળકોને પરીક્ષા કેન્દ્ર સુધી મુકવા આવ્યા હતા. જેના કારણે સવારે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર રખડતા શ્વાનના “ડરથી” ફ્લાઇટ આકાશમાં રહી
મોં મીઠુ કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો
પ્રથમ દિવસે અમદાવાદ શહેર સહિત રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર શિક્ષણ મંત્રી, કલેક્ટર, ડીઇઓ અને અન્ય મહાનુભાવો તેમજ શાળાના આચાર્યો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોં મીઠુ કરાવીને ગુલાબનું ફૂલ આપી અને તીલક કરી સ્વાગત કર્યું હતું. તેમજ પેપર સારુ રહે તે માટે શુભેચ્છાઓ આપી હતી. તેમજ ઘણી જગ્યાએ તો પેન પણ આપવામાં આવી હતી.
10માં પહેલા જ દિવસે 19 હજાર વિદ્યાર્થીઓ ગેરહાજર
પ્રથમ દિવસે ધોરણ 10માં પ્રથમ ભાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 10માં મંગળવારે 794003 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, તેના બદલે 774343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 19660 ગેરહાજર રહ્યા હતા. વડોદરામાં એક વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયો. 12મા સામાન્ય પ્રવાહમાં પ્રથમ પાળીમાં સહકાર પંચાયત વિષયના પેપરમાં 961માંથી 952 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ભૌતિકશાસ્ત્રના પેપરમાં 127071માંથી 125286 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 2340 ગેરહાજર રહ્યા હતા.