ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

રાજ્યમાં 8મી ફેબ્રુઆરી સુધીમાં તમામ 3.73 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી પૂર્ણ કરાશે

Text To Speech
  • ટેકાના ભાવે મગફળી ખરીદી ખેડૂતોને 7410 કરોડ રૂપિયાનું ચુકવણું કરી દેવાયું

ગાંધીનગર, 5 ફેબ્રુઆરી : રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે અગાઉ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું જેના લીધે રાજ્યના 3 લાખ 73 હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે. 8 ફેબ્રુઆરી સુધીમાં આ તમામ મગફળીની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા. ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે. પરિણામે આ ખરીફ સીઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી છે.

જે અંતર્ગત કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેકટરમાં રેકોર્ડબ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું. ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.

રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂર્ણ થઇ છે. જ્યારે, બાકીના ખરીદ કેન્દ્રો ખાતે નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી પૂરવેગે ચાલી રહી છે. બાકીના તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 8 ફેબ્રુઆરી સુધીમાં ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.

મગફળીની ખરીદી મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, 8 ફેબ્રુઆરી સુધીમાં તમામ મગફળીની ખરીદી પૂર્ણ થશે. 3.73 લાખ ખેડૂતોએ મગફળી વેચાણનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 3.5 લાખ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોની 10 લાખ મેટ્રિક ટનની ખરીદી કરવામાં આવી છે. ખેડૂતોને 7410 કરોડ રૂપિયાનું ચુકવણું કરી દેવાયુ છે.

આ પણ વાંચો :- ‘બુલેટ દા’ તરીકે ઓળખાતા ભાજપ નેતાની દયનિય હાલત, ભીખ માગતા દેખાયા

Back to top button