ટોપ ન્યૂઝનેશનલ

પુલિત્ઝર પ્રાઈઝ વિજેતા કાશ્મીરી પત્રકાર પેરિસ જઈ રહ્યા’તા, ‘ને દિલ્હી એરપોર્ટના અધિકારીઓએ જવાની ના કહી દીધી!

Text To Speech

નેશનલ ડેસ્કઃ પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ફોટો જર્નાલિસ્ટ પેરિસની ફ્લાઇટ પકડવા માટે જતા હતા ત્યા જ શનિવારે ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને દિલ્હી એરપોર્ટ પર અટકાવ્યા હતા. ઇમિગ્રેશન અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા તેમના પર લાદવામાં આવેલા વિદેશ જવાના પ્રતિબંધને ટાંક્યો હતો. ફોટો જર્નાલિસ્ટ સના ઇર્શાદ મટ્ટૂ એક પુસ્તક વિમોચન કાર્યક્રમ અને ફોટોગ્રાફી પ્રદર્શનમાં હાજરી આપવા પેરિસ જઈ રહી હતી. ફ્લાઇટ પહેલાં ઇમિગ્રેશન અધિકારીઓએ વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ વિશે માહિતી આપતા તેમને દિલ્હી એરપોર્ટ પર રોક્યા હતા.

સનાએ કહ્યું – જે થયું તે અનપેક્ષિત હતું

સના ઇર્શાદ મટ્ટુએ દિલ્હી એરપોર્ટ પરની ઘટના પર ટ્વિટ કરીને કહ્યું કે, ‘આજે જે પણ થયું તે સંપૂર્ણપણે અનપેક્ષિત હતું. હું સેરેન્ડિપિટી આર્લ્સ ગ્રાન્ટ 2020ના 10 પુરસ્કારોમાંના એક તરીકે ફોટોગ્રાફી એક્ઝિબિશન અને બુક લોન્ચ પર જઈ રહી હતી. મારી દિલ્હીથી પેરિસની સફર અગાઉથી નક્કી હતી. ફ્રેન્ચ વિઝા મળવા છતાં મને દિલ્હી એરપોર્ટ ઇમિગ્રેશન પર રોકવામાં આવી હતી. મને કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું પરંતુ કહેવામાં આવ્યું હતું કે, હું આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરી શકીશ નહીં. J&K પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી કે, મટ્ટુને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવામાં આવી છે. આ પહેલાં કેટલાક કાશ્મીરી પત્રકારો, કાર્યકર્તાઓ અને શિક્ષણવિદોને એરપોર્ટ પર રોકવામાં આવ્યા હતા.

હકીકતમાં જમ્મુ અને કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ખતમ થયા પછી અને 370 હટાવ્યા પછી કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસન અને કેન્દ્ર સરકારે તમામ સામાજિક કાર્યકરો, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ વગેરેને લાંબા સમય સુધી નજરકેદમાં રાખ્યા હતા. રાજ્યના વિવિધ ભાગોમાં ઈન્ટરનેટ વગેરે સ્થગિત રહ્યા હતા. આ ક્રમમાં જમ્મુ-કાશ્મીર પોલીસે તમામ વીવીઆઈપી અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા સક્રિય લોકોની વિદેશ યાત્રા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

આ પણ વાંચો

ભારતમાં વઘતી ઘુષણખોરી : 2019 થી, 14 હજારથી વધુ બાંગ્લાદેશીઓને પાછા મોકલ્યા

જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગના અભ્યાસ માટે પહોંચ્યા ગુજરાત, સુરતના અનુભવ અંગે કરી ખાસ વાતો

Back to top button