ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની જાહેર જનતા સીધા જ પોતાના પ્રતિનિધિઓને પુછી શકશે સવાલ

Text To Speech
  • વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોના મળશે જવાબ
  • વિધાનસભાની વેબસાઇટને અપાઈ રહ્યો છે નવો ઓપ
  • સપ્ટેમ્બર સુધીમાં વેબસાઇટ કાર્યરત થશે

ગુજરાતની પ્રજા માટે એક સારા સમાચાર છે. લોકો હવે પોતાના પ્રતિનિધિને સીધો પ્રશ્ન પૂછી શકશે. ગુજરાત વિધાનસભાની વેબસાઇટને નવો ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હવે કોઇપણ નાગરિક પોતાના પ્રતિનિધિ પોતાના ધારાસભ્યને પ્રજાલક્ષી કાર્યો અંગે ઓનલાઇન સવાલ પૂછી શકશે. એટલું જ નહીં એ ધારાસભ્યે તેને જવાબ પણ આપવો પડશે. ચૂંટાયેલાં પ્રતિનિધી અને સામાન્ય વ્યક્તિના સીધા સંપર્ક બની રહે તે માટેનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિધાનસભાની વેબસાઇટના માધ્યમથી હવે ગુજરાતનો કોઇપણ વ્યક્તિ મંત્રી અને ધારાસભ્યને ઓનલાઇન સવાલ પૂછી શકશે.

સપ્ટેમ્બર સુધીમાં વેબસાઇટ કાર્યરત થશે

ગુજરાત વિધાનસભાની વેબસાઇટને નવો ટચ આપવામાં આવી રહ્યો છે. સપ્ટેમ્બર સુધીમાં આ કામગીરીને આટોપી લેવામાં આવશે. સૂત્રોના મતે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આપના ધારાસભ્યોએ અત્યારે લેખિતમાં પ્રશ્નો પૂછવા પડે છે. પણ આગામી દિવસોમાં ધારાસભ્યો ઓનલાઇન સવાલ પૂછી શકશે. વિધાનસભામાં ધારાસભ્યએ કયા પ્રશ્ન ઉપરાંત કથા વિભાગની રજૂઆત કરી તે પણ ઓનલાઇન જાણી શકાશે. જેમ કે, એક ધારાસભ્યએ પીવાના પાણી વિશે વિધાનસભા ગૃહમાં મુદ્દો ઉઠાવી વાત કરી હશે તો પાણી પુરવઠા વિભાગને લઇને કથા પક્ષના ધારાસભ્યએ કેવી રજૂઆત કરી તે પણ ઓનલાઈન મુકાશે.

આવતા સત્રમાં તમામ કામગીરી પેપરલેસ હશે

આગામી સત્રમાં વિધાનસભામાં તમામ કામગીરી પેપરલેસ હશે. વિધાનસભામાં પસાર થતાં વિધેયકોથી માંડીને પ્રશ્નોતરી પણ હવે ઓનલાઇન જ જોવા મળશે. ઘેર બેઠા વિધાનસભાના બધાય દસ્તાવેજો જોઇ શકાશે અને માહિતી મેળવી શકાશે. કોઇપણ વ્યક્તિ અથવા ધારાસભ્યને ઓનલાઇન સવાલ પણ પૂછી શકે તેવી વિધાનસભાની વેબસાઇટમાં સુવિધા કરવામાં આવી છે. આગામી સપ્ટેમ્બરમાં મળનારાં બે દિવસીય સત્રમાં પ્રશ્નોતરી, વિધેયકો સહિતની દસ્તાવેજે – ઓનલાઇન જોવા મળે તેવી સંભાવના છે.

Back to top button