- જુનિયર ક્લાર્ક આજે લેવાઈ છે પરીક્ષા
- જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ
- હસમુખ પટેલ દ્વારા પ્રોવિઝનલ આન્સર કી ની તારીખ જાહેર કરી
જુનિયર ક્લાર્કની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે. જેમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે. તેમાં OMR સીટના ફેરફારને કારણે પેપર લાંબુ લાગ્યું હશે તેમ હસમુખ પટેલે જણાવ્યું છે. તેમજ જુન મહિનામાં પરીક્ષાનું પરીણામ જાહેર થશે.
આ પણ વાંચો: અમદાવાદમાં જોખમ: જમીનો ભરીને ઊભી થતી ઇમારતો તૂટી પડવાની સંભાવના વધુ
જુન મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ પણ જાહેર
ઉલ્લેખનીય છે કે 11 એપ્રિલ પ્રોવિઝનલ આન્સર કી જાહેર થશે. તથા આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ છે. તેમજ જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે. ત્યારે હાલ પરીક્ષા સાહિત્ય સુરક્ષિત રીતે પહોંચાડવાની કામગીરી ચાલુ છે. તેમજ સ્કેનિંગ થાય તેની કામગીરી ચાલુ છે. ત્યારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ફરી ટ્વિટ કરીને પ્રોવિઝનલ આન્સર કી 11 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવશે. તેની જાણકારી પરીક્ષાર્થીઓને આપી હતી. તેમજ બે મહિના બાદ એટલે કે જુન મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
પ્રશ્નપત્ર લાંબુ રહે તો ચોરી થવાની શક્યતા ઓછી રહે છે
જુનિયર ક્લાર્કની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ પણ જગ્યાએ અનિચ્છનિય ઘટના બની નથી. તેમજ પરીક્ષા બાદ તમામ ઉમેદવારો ખુશ હતા, તમામ ઉમેદવારોનો આભાર માન્યો છે. અમારા માટે હજુ પણ પરીક્ષા ચાલુ છે. પરીક્ષા સાહિત્ય સુરક્ષિત પહોંચીને ક્સેનિંગ થાય તેની કામગીરી ચાલુ છે. ઉમેદવારોને ચોરીની તક ન મળે તે માટે પ્રશ્નપત્ર લાંબુ રખાયું હતું. પ્રશ્નપત્ર લાંબુ રહે તો ચોરી થવાની શક્યતા ઓછી રહે છે. અંદાજે 7 લાખ 30 હજાર જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે.